Get The App

વૈભવ સૂર્યવંશીને ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક મેચ રમવાના કેટલા રૂપિયા મળશે? જાણો શું છે મેચ ફીસનું માળખું

Updated: May 26th, 2025

GS TEAM


Google News
Google News
વૈભવ સૂર્યવંશીને ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક મેચ રમવાના કેટલા રૂપિયા મળશે? જાણો શું છે મેચ ફીસનું માળખું 1 - image


Vaibhav suryavanshi match fees For India Under 19 Match: IPL 2025માં રાજસ્થાન રોયલ્સની સફર સમાપ્ત થતાં જ વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લેન્ડ માટે તૈયારી શરૂ કરી દીધી છે. તે ભારતીય અંડર 19 ટીમ સાથે ઈંગ્લેન્ડ જઈ રહ્યો છે. અંડર 19 ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ 24 જૂનથી શરૂ થઈ રહ્યો છે, જેમાં 5 યૂથ વનડે ઉપરાંત 2 મલ્ટી-ડે ક્રિકેટ મેચ રમાશે. હવે સવાલ એ છે કે વૈભવ સૂર્યવંશી જ્યારે ઈંગ્લેન્ડમાં અંડર 19 ટીમ માટે રમશે તો તેને કેટલા રૂપિયા મળશે? શું તેને બીજા ખેલાડીઓ કરતાં વધુ પૈસા મળશે કે એટલા જ પૈસા મળશે?

વૈભવ સૂર્યવંશીને અંડર 19 મેચ રમવાના કેટલા રૂપિયા મળશે?

IPL 2025માં વૈભવ સૂર્યવંશીને એક મેચ રમવાના 7.5 લાખ રૂપિયા મળતા હતા. તો શું આટલી જ મોટી રકમ તેને ઈંગ્લેન્ડમાં અંડર 19 ટીમ માટે રમવાની મળશે? જવાબ છે 'નહીં'. BCCIએ 2021માં અંડર 19 ક્રિકેટરોને દરેક મેચ માટે આપવામાં આવતી ફીમાં વધારો કર્યો હતો. વૈભવ સૂર્યવંશીને અન્ય ખેલાડીઓની જેમ જ તે પ્રમાણે પૈસા મળશે.

વૈભવને દરેક મેચના 20,000 રૂપિયા મળશે

હવે સવાલ એ છે કે આ રકમ કેટલી હશે? જો વૈભવ સૂર્યવંશી ઈન્ડિયા 'A' ટીમની પ્લેઈંગ ઈલેવનનો હિસ્સો બને તો તેને દરેક મેચ રમવાના 20,000 રૂપિયા મળશે. બીજી તરફ જો તેનું નામ રિઝર્વ ખેલાડીઓમાં આવે તો તેને દરેક મેચના 10,000 રૂપિયા જ મળશે. આ રકમ અગાઉ મળતી મેચ ફી કરતાં લગભગ બમણી છે. અગાઉ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ અંડર 19 ખેલાડીને 10,500 રૂપિયા મળતા હતા. બીજી તરફ રિઝર્વ ખેલાડીને 5,250 રૂપિયા આપવામાં આવતા હતા.

આ પણ વાંચો: ઈંગ્લેન્ડ જશે વૈભવ સૂર્યવંશી, U-19 ભારતીય ટીમની જાહેરાત, આયુષ મ્હાત્રે કેપ્ટન

ઈન્ડિયા અંડર 19ના ઈંગ્લેન્ડ પ્રવાસનું શેડ્યૂલ

ભારતની અંડર 19 ટીમનો પ્રવાસ 24 જૂનથી શરૂ થશે અને ૨૩ જુલાઈ સુધી ચાલશે. લગભગ આ એ જ સમય હશે જ્યારે ભારતની સિનિયર ટીમ પણ તેના નવા ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલની કેપ્ટનસીપ હેઠળ ઈંગ્લેન્ડમાં રમી રહી હશે. આ દરમિયાન ઈંગ્લેન્ડની અંડર 19 ટીમ સાથે 50 ઓવરની વોર્મ-અપ મેચ રમવા ઉપરાંત ઈન્ડિયાની અંડર 19 ટીમ 5 યૂથ વનડે સીરિઝ અને 2 મલ્ટી ડે મેચ પણ રમશે

પ્રવાસના શેડ્યૂલની વાત કરીએ તો 24 જૂને 50 ઓવરની વોર્મ-અપ મેચ રમાશે. 27 જૂનથી 7 જુલાઈની વચ્ચે 5 વનડે મેચ રમાશે. જ્યારે 12 જુલાઈથી 15 જુલાઈ સુધી પહેલી મલ્ટી ડે મેચ રમાશે અને 20થી 23 જુલાઈ સુધી બીજી મલ્ટી ડે મેચ રમાશે.

Tags :