એશિયા કપ પહેલા BCCIએ વૈભવ સૂર્યવંશીને બેંગલુરુ બોલાવ્યો, ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી માટે થશે સ્પેશિયલ ટ્રેનિંગ?
Vaibhav Suryavanshi: ક્રિકેટર વૈભવ સૂર્યવંશી માટે આ વર્ષ કોઈ સ્વપ્નનાથી ઓછું નથી રહ્યું. પહેલાં IPLમાં 1 કરોડથી વધુની રકમ સાથે રાજસ્થાન રૉયલ્સમાં તેની પસંદગી થવી. પછી IPLમાં ઐતિહાસિક પ્રદર્શના કારણે તેને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય અંડર-19 ટીમમાં પણ જગ્યા મળી. BCCI તેને હવે ખાસ તાલીમ આપી રહી છે, જોકે હાલ બોર્ડનું વધુ ધ્યાન એશિયા કપ પર હશે, જે સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. સૂર્યવંશીને આ તાલીમ ભવિષ્યમાં નેશનલ ટીમ માટે તૈયાર કરવા માટે આપવામાં આવી રહી છે.
બેંગલુરુમાં સ્પેશિયલ ટ્રેનિંગ લઈ રહ્યો છે વૈભવ સૂર્યવંશી
14 વર્ષીય વૈભવ સૂર્યવંશી IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી 100 રન બનાવનાર બીજો બેટર છે, તે હવે યુવાભારતની ટીમમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટર છે. ત્યાર બાદ ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પણ તેણે સારું પ્રદર્શન આપ્યું હતું. ઇંગલેન્ડના પ્રવાસ બાદ રાજસ્થાન રોયલસને પણ એક વિશેષ ટ્રેનિંગ માટે સૂર્યવંશીને બોલાવ્યો હતો. વૈભવ ત્યાંથી 10 ઓગસ્ટના રોજ સીધો સેન્ટર ઑફ એક્સેલન્સ પહોંચ્યો, જ્યાં તેના માટે મેચ-વિશિષ્ટ પરિસ્થિતિઓ અને ટેકનિકલ ડ્રિલ્સને ધ્યાનમાં રાખીને એક ખાસ તાલીમ તૈયાર આપવામાં આવી રહી છે.
વૈભવ સૂર્યવંશીના કોચે શું કહ્યું ?
વૈભવ સૂર્યવંશીના કોચ મનીષ ઓઝાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 'BCCI ભારતીય ટીમના ભવિષ્યનું વિચારી રહી છે. સીનિયર ખેલાડીઓ ધીમે ધીમે નિવૃત્તિ લઈ રહ્યા છે અને હવે નવા ખેલાડીઓને જગ્યા આપવા યુવાનોના નવા બેચને પૂર્ણ રીતે તૈયાર રહેવુ પડશે. વૈભવની આ તાલીમ એ જ પ્રક્રિયાનો એક ભાગ છે. અમે એક-એક કરીને ખેલાડીઓની પસંદ કરીશું અને તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટની જરૂરિયાત પ્રમાણે તૈયાર કરીશું.'
તેમને આગળ જણાવ્યું કે, 'વૈભવ પાસે પહેલા બોલથી જ આક્રમક બેટિંગ કરવાની ક્ષમતા છે, જે T20 અને ODI ફોર્મેટ માટે મોટી સકારાત્મક વાત છે. IPL, U-19 અને વિજય હજારે ટ્રોફીમાં તેણે સારું પરફોર્મન્સ આપ્યું હતું. પણ ટેસ્ટમાં તેનુ સ્તર વનડે અને T20ની તુલનામાં થોડું ઘટી જાય છે. અમે વૈભવને ટેસ્ટ મેચમાં માટે પણ તૈયાર કરી રહ્યા છીએ.'
સપ્ટેમ્બર મહિનામાં વૈભવ સૂર્યવંશી ઓસ્ટ્રેલિયા જશે
ભારતની અંડર-19 ટીમ સપ્ટેમ્બર મહિને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે, જ્યાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 ODI અને 2 ટેસ્ટ મેચ રમાશે. વૈભવને ઓસ્ટ્રેલિયા ટૂર માટે અંડર-19 ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયા ટૂર માટે ભારતીય અંડર-19 ટીમ
આયુષ મ્હાત્રે (કેપ્ટન), વિહાન મલ્હોત્રા(વાઇસ કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડૂ (વિકેટકીપર), હરવંશ સિંહ (વિકેટકીપર), રાહુલ કુમાર, ડી દીપેશ, નમન પુષ્પક, હેનિલ પટેલ, કિશન કુમાર, આરએસ અંબરીશ, કનિષ્ક ચૌહાણ, અનમોલજીત સિંહ, અમન ચૌહાણ, ખિલાન પટેલ, ઉધવ મોહન.