Get The App

તો આ ખેલાડીના કારણે રાજસ્થાન રૉયલ્સ સાથે નાતો તોડી રહ્યો છે સંજૂ સેમસન! CSKના પૂર્વ સ્ટારનો દાવો

Updated: Aug 12th, 2025

GS TEAM

Google News
Google News
તો આ ખેલાડીના કારણે રાજસ્થાન રૉયલ્સ સાથે નાતો તોડી રહ્યો છે સંજૂ સેમસન! CSKના પૂર્વ સ્ટારનો દાવો 1 - image


Subramaniam Badrinath: એવા અહેવાલો સામે આવ્યા છે કે, સેમસને આગામી સિઝન પહેલા રાજસ્થાન રૉયલ્સથી અલગ થવાનો નિર્ણય લીધો છે. ત્યારે હવે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન સુબ્રમણ્યમ બદ્રીનાથનું માનવું છે કે, સંજુ સેમસનના રાજસ્થાન ર઼ૉયલ્સ છોડવાનું કારણ રિયાન પરાગ હોઈ શકે છે. IPL 2025ની પ્રથમ ત્રણ મેચમાં સેમસન ઈજાગ્રસ્ત થવાના કારણે પરાગે રાજસ્થાન રૉયલ્સની કેપ્ટનશીપ સંભાળી હતી. જોકે, પરાગ હજુ પણ કેપ્ટનશીપ માટે મજબૂત દાવેદાર છે.

વિશ્વસનીય સૂત્રો અનુસાર, સંજુ સેમસન અને રાજસ્થાન રોયલ્સના મેનેજમેન્ટ વચ્ચે ગંભીર મતભેદો ઊભા થયા છે. પરિસ્થિતિ એટલી વણસી ગઈ છે કે સેમસને ફ્રેન્ચાઇઝી પાસેથી ઔપચારિક રીતે માંગ કરી છે કે તેને ટ્રેડ કરવામાં આવે અથવા હરાજીમાં રિલીઝ કરવામાં આવે. સેમસનના પરિવારના સભ્ય પણ જાહેરમાં કહી ચૂક્યા છે કે, તે હવે ફ્રેન્ચાઈઝી સાથે રહેવા માગતા નથી. સેમસનના અમુક અંગત ખેલાડી મિત્રોએ પણ ખાતરી કરી છે કે, સેમસનના ટીમ સાથએ હવે પહેલાં જેવા સંબંધો નથી.

બદ્રીનાથે કહ્યું કે, 'સંજુ દ્વારા નવી ટીમ તલાશ કરવા પાછળનું આ એક કારણ હોઈ શકે છે. બદ્રીનાથે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, 'મને લાગે છે કે, રિયાન પરાગ જ આનું કારણ છે. જો તમે કેપ્ટનશીપ માટે તેને પસંદ કરો છો, તો તમે સેમસન જેવા ખેલાડી પાસેથી કેવી રીતે ટીમમાં બન્યા રહેવાની અપેક્ષા રાખી શકો છો?'

MS ધોનીનો વિકલ્પ

ચેન્નઈ સુપર કિંગ્સના પૂર્વ ક્રિકેટર બદ્રીનાથે એ પણ જણાવ્યું કે, 'એમએસ ધોનીનો રિપ્લેસમેન્ટ હોવા છતાં પણ ફ્રેન્ચાઈઝીને સેમસન માટે પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન બનાવવામાં મુશ્કેલી પડી શકે છે. તેણે આગળ કહ્યું કે, જો સંજુ સેમસન ચેન્નઈમાં આવે છે, તો તેને એમએસ ધોનીના વિકલ્પ તરીકે પસંદ કરી શકાય છે.'

સેમસન એક એવો બેટ્સમેન છે જે બેટિંગ ઓર્ડરમાં ટોપ ત્રણ કે ચાર સ્થાનો પર બેટિંગ કરી શકે છે. તે પ્લેઈંગ ઈલેવનમાં પાંચમા કે છઠ્ઠા નંબર પર ફિટ ન થઈ શકે. પ્લેઈંગ ઈલેવનના આ ક્ષેત્રોમાં મજબૂત છે. આયુષ મ્હાત્રે, ઋતુરાજ ગાયકવાડ અને ડેવાલ્ડ બ્રેવિસ પહેલાથી જ ત્યાં છે.

આ પણ વાંચો: સંજુ સેમસનનું રાજસ્થાન રોયલ્સમાંથી કપાશે પત્તું? ફ્રેન્ચાઈઝી સાથે વિવાદ થયાની ચર્ચા

એસ બદ્રીનાથે કહ્યું વધુમાં કહ્યું કે, 'મને વિશ્વાસ નથી કે, ચેન્નઈ હાર્દિક પંડ્યાને ગુજરાતથી લેવા માટે મુંબઈ ઈન્ડિયન્સની જેમ કોઈ સોદો કરશે. તેથી જો સંજુ સેમસન આવે તો પણ સવાલ એ છે કે, શું CSK તેને પ્લેઈંગ ઇલેવનમાં ફિટ કરી શકશે.'

ઋતુરાજનો કર્યો સપોર્ટ

બદ્રીનાથે કહ્યું કે, 'ચેન્નઈએ કેપ્ટનશીપમાં ઋતુરાજ ગાયકવાડને સપોર્ટ કર્યો હતો, તેથી હવે સેમસનને કેપ્ટનશીપ સોંપવી શક્ય નથી. વિચારવા માટે બીજુ પાસું કેપ્ટનશીપ છે. એમએસ ધોની કેપ્ટનશીપ કરે કે ન કરે, ઋતુરાજ ગાયકવાડ કેપ્ટન છે. તેણે માત્ર એક જ સીઝન માટે કેપ્ટનશીપ કરી છે. જો તમે સેમસનને કેપ્ટનશીપ આપો છો તો ગાયકવાડને કેવું લાગશે? આ એક એવી બાબત છે જેના પર  આપણે વિચારવાની જરૂર છે. મને લાગે છે કે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને, સીએસકે હજુ પણ આગળ વધવું કે નહીં તે અંગે વિચાર કરી રહ્યું છે.'

Tags :