VIDEO : 21 બોલમાં 10 સિક્સ... સાઉથ આફ્રિકામાં વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

South Africa U19 Vs India U19, Vaibhav Suryavanshi : જ્યારે પણ ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટ બેટર વૈભવ સૂર્યવંશી ક્રિઝ પર આવે છે, ત્યારે બોલરો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. જો વૈભવને શરૂઆતમાં આઉટ ન થાય તો સિક્સરોનો વરસાદ નક્કી થઈ જાય છે. ત્યારે વૈભવે ફરી મેદાનમાં ચોતરફ સિક્સો ફટકારી દર્શકોને ખુશ કરી દીધા છે.
વૈભવે 21 બોલમાં 10 સિક્સ ફટકારી
વાસ્તવમાં સાઉથ આફ્રિકાના બેનોની સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા અંડર-19 અને ભારત અંડર-19 વચ્ચે મેચ રમાઈ રહી છે, જેમાં વૈભવે માત્ર 21 બોલમાં 10 સિક્સર ફટકારી દીધી છે. વૈભવે મેદાનમાં બોલિંગ કરવા આવેલા સાઉથ આફ્રિકના તમામ બોલરોની બોલિંગમાં ઉપરા-ઉપરી સિક્સરો ફટકારી હંફાવી દીધા છે. વૈભવના તમામ વિસ્ફોટ શોર્ટ્સ જોઈ દર્શકો પણ મંત્રમુગ્ધ થઈ ગયા છે.
પહેલા બોલે જ સિક્સ
સાઉથ આફ્રિકાનો બોલર બેસોન બોલિંગ કરવા આવ્યો હતો અને તેની સામે ક્રિઝ પર વૈભવ ઉભો હતો. આ દરમિયાન વૈભવે પહેલા જ બોલમાં ડીપ બૈકવર્ડ પોઈન્ટની દિશામાં જબરદસ્ત સિક્સ ફટકારી દીધી હતી. ત્યારબાદ વૈભવે આ જ બોલિંગના પાંચ બોલમાં પણ ફાઈન લેગ ઉપર જોરદાર શોર્ટ ફટકારી બોલ મેદાનની બહાર મોકલી દીધો હતો. આવી જ રીતે તેણે બયાંદા મજોલાની બોલિંગ પણ સિક્સરો ફટકારી હતી.
19 બોલમાં હાફ-સેન્ચ્યુરી
વૈભવે મજોલાની બોલિંગમાં સાતમી સિક્સ ફટકારી હતી. ત્યારબાદ આઠમી સિક્સ ફટકારતાની સાથે જ તેણે 19 બોલમાં હાફ--સેન્ચ્યુરી નોંધાવી દીધી હતી. ખાસ વાત એ છે કે, તેની અડધી સદીમાં એક પણ પોર સામેલ નથી.
આ પણ વાંચો : VIDEO : પાકિસ્તાની બોલરે હસીને મજાક ઉડાડતાં ગુસ્સે ભરાયો પોલાર્ડ, મેદાનમાં માહોલ ગરમાયો
સિક્સના કારણે મેચ અટકી ગઈ
વૈભની વિસ્ફોટ બેટિંગની અસર એવી જોવા મળી કે, મેચ અટકી ગઈ હતી. જ્યારે તેણે સાતમી સિક્સ ફટકારી, ત્યારે બોલ મેદાનની બહાર જતો રહ્યો હતો અને ઘણો સમય શોધ્યા બાદ પણ બોલ મળ્યો ન હતો, જેના કારણે થોડો સમય માટે મેચ અટકાવવી પડી હતી. બોલ બદવામાં આવ્યો અને ફરી વૈભવની ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી હતી.
વૈભવ 24 બોલમાં 68 રન ફટકારી આઉટ
છેવટે જમણા હાથનો ઝડપી બોલર ક્રૂસકેમ્પે વૈભવને વિસ્ફોટ બેટિંગ કરતા અટકાવ્યો હતો. એટલે કે વૈભવે લાંબો શોર્ટ મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલ હવામાં ઉછળ્યો અને ડેનિયલ બોસમેને સરળ કેચ કરી લીધો હતો. વૈભવે 24 બોલમાં 10 સિક્સ ફટકારી 68 રન નોંધાવ્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 283.33નો હતો. ભલે તે ક્રિઝ પર લાંબો સમય ન ટક્યો, પરંતુ તેણે ઓછા સમયમાં મેચમાં મહત્ત્વનું યોગદાન આપવાની સાથે દર્શકોને પણ ખુશ કરી દીધા હતા. આ મેચમાં સાઉથ આફ્રિકાએ નિર્ધારીત 50 ઓવરમાં 245 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમે 11 ઓવરમાં બે વિકેટે 103 રન નોંધાવ્યા છે. વરસાદના કારણે મેચ અટકાવવી પડી છે.









