Sports

વિરાટ-રોહિતના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! વડોદરામાં રમાનારી ભારત Vs ન્યૂઝીલેન્ડ મેચની ટિકિટનું 1 જાન્યુઆરીથી થશે બુકિંગ

By GS TEAM
27 Dec 20252 mins read
TukuTouch Logo
ભારત Vs ન્યૂઝીલેન્ડ વનડે સીરિઝ 2026ને લઈને જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેને લઈને લોકો અત્યારથી જ ભારત Vs ન્યૂઝીલેન્ડ વનડે 2026 ટિકિટ બુકિંગથી જોડાયેલી માહિતી શોધી રહ્યા છે. જો તમે પણ સ્ટેડિયમમાં જઈને ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થનારી મેચ લાઈવ જોવા ઈચ્છો છે, તો તમારા માટે ટિકિટ બુકિંગથી જોડાયેલી સંપૂર્ણ અને સરળ માહિતી જાણી લો.

Summarized by AI; it may make mistakes. Check important info

વિરાટ-રોહિતના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! વડોદરામાં રમાનારી ભારત Vs ન્યૂઝીલેન્ડ મેચની ટિકિટનું 1 જાન્યુઆરીથી થશે બુકિંગ

India Vs New Zealand ODI Series 2026 In Vadodara : ભારત Vs ન્યૂઝીલેન્ડ વનડે સીરિઝ 2026ને લઈને જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેને લઈને લોકો અત્યારથી જ ભારત Vs ન્યૂઝીલેન્ડ વનડે 2026 ટિકિટ બુકિંગથી જોડાયેલી માહિતી શોધી રહ્યા છે. જો તમે પણ સ્ટેડિયમમાં જઈને ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થનારી મેચ લાઈવ જોવા ઈચ્છો છે, તો તમારા માટે ટિકિટ બુકિંગથી જોડાયેલી સંપૂર્ણ અને સરળ માહિતી જાણી લો.

ટિકિટ બુકિંગ અંગેની સત્તાવાર જાહેરાત

વડોદરા શહેરના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં 11 જાન્યુઆરી 2026ના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન ડે ઇન્ટરનેશનલ મેચ રમાશે. જેના માટે આજે(27 ડિસેમ્બર) ટિકિટ બુકિંગ અંગે બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ છે. જણાવી દઈએ કે, આ મેચમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિતના દિગ્ગજ ખેલાડીઓ રમવાના છે. જેને લઈને ફેન્સ મેચ જોવા માટે વધારે ઉત્સુક છે.

1 જાન્યુઆરીથી ટિકિટ બુકિંગ થશે શરૂ

ભારત Vs ન્યૂઝીલેન્ડ વનડે મેચોની ટિકિટ હાલ ઓનલાઈન ઉપલબ્ધ રહેશે. આગામી 1 જાન્યુઆરી, 2026ના રોજ સવારે 11:00 વાગ્યાથી BookMyShow પર ટિકિટ ખરીદી શકશો. ટિકિટની કિંમત સ્ટેડિયમ, શહેર અને બેઠક શ્રેણીના અનુસાર અલગ અલગ હશે. સામાન્ય સ્ટેન્ડથી લઈને પ્રીમિયમ અને વીઆઈપી બોક્સ સુધી દર્શકોની નજીક અનેક વિકલ્પ ઉપલબ્ધ રહેશે.

આ પણ વાંચો: વર્લ્ડ કપ અને સાઉથ આફ્રિકા પ્રવાસ માટે U19 ટીમની જાહેરાત, વૈભવ સૂર્યવંશી કેપ્ટન, ગુજરાતના 4 ખેલાડીને સ્થાન

ટિકિટ બુક કરતા પહેલા સાવધાન

ઓનલાઈન ટિકિટ બુકિંગ સૌથી સરળ અને સુવિધાજનક રીતે છે. પરંતુ હાલ સાયબર ફ્રોડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે મેચની ટિકિટને લઈને કોઈપણ લિંક પરથી ટિકિટ બુકિંગ ના કરશો. સત્તાવાર વેબસાઈટની ચકાસણી કર્યા બાદ જ ટિકિટ ખરીદવી.