Get The App

'ગંભીરે વાયદો કર્યો છે કે મોકો આપશે', ટીમ ઈન્ડિયાના આ ખેલાડીના પિતાનું દર્દ છલકાયું

Updated: Aug 8th, 2025

GS TEAM

Google News
Google News
'ગંભીરે વાયદો કર્યો છે કે મોકો આપશે', ટીમ ઈન્ડિયાના આ ખેલાડીના પિતાનું દર્દ છલકાયું 1 - image
image source: IANS 

Abhimanyu Easwaran: ભારતે હાલમાં જ ઇંગ્લેન્ડ સામેની  ટેસ્ટ સીરિઝ 2-2થી જીતી લીધી છે. આ સિઝનમાં અભિમન્યુ ઈશ્વરનને પણ એક પણ મેચ રમવાની તક મળી નહોતી. જેથી અભિમન્યુ ઈશ્વરનના પિતા રંગનાથન ઈશ્વરનને નારાજગી વ્યક્ત કરી હતી અને ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર અને ટીમ મેનેજમેન્ટ પર ગુસ્સે ભરાયા હતા પણ હવે રંગનાથન ઈશ્વરને નવું નિવેદન આપી ખુલાસો કર્યો છે કે ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે તેમના દીકરાને ટૂંક સમયમાં પ્લેઇંગ ઇલેવનમાં તક આપવાનું આશ્વાસન આપ્યું છે.

આ પણ વાંચો : વૃક્ષો બચાવવા જીવ દાવ પર લગાવ્યો, જાણો કોણ છે લેડી ટાર્ઝન જેમને રાષ્ટ્રપતિએ મોકલ્યું આમંત્રણ

રંગનાથન ઈશ્વરને એક યૂટ્યૂબ ચેનલ પર ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે,'ગૌતમ ગંભીરે જ્યારે મારા દીકરા સાથે વાત કરી, ત્યારે તેણે મારા દીકરાને ભરોસો આપ્યો કે તે જલદી ટીમમાં તેને સ્થાન આપશે, દીકરાએ મને વાત જણાવતા કહ્યું કે ગંભીરે તેને કહ્યું છે કે, તું યોગ્ય કામ કરી રહ્યો છે, તને જલદી તક મળશે અને તું ટીમમાં લાંબા સમય સુધી રમશે. હું તે વ્યક્તિ નથી જે તેને એક કે બે મેચ રમવાની તક આપી બહાર કરી દઉ, હું તક આપીશ,  મારા દીકરાએ મને આ વાત જણાવી હતી,' ઇંટરવ્યૂમાં રંગનાથને આગળ જણાવ્યું કે ' પૂર્ણ કોચિંગ ટીમે વિશ્વાસ અપાવ્યો કે તેણે તેનો હક મળશે, હું તેનાથી વિશેષ કઇ નથી કહી શકતો, મારો દીકરો 4 વર્ષથી મહેનત કરી રહ્યો છે, તેણે 23 વર્ષ ઘણી મહેનત કરી છે,' 

'સાઈ સુદર્શનની જગ્યાએ અભિમન્યુને તક' 

રંગનાથન ઈશ્વરનને કહ્યું કે,'સાઈ સુદર્શનની જગ્યાએ અભિમન્યુ ઈશ્વરનને તક મળવી  જોઈતી હતી કારણકે અભિમન્યુને ગ્રીન વિકેટ પર રમવાનો સારો અનુભવ છે. તેમણે કહ્યું 'સાઈ સુદર્શનથી કોઈ નારાજગી નથી, તે મારા ઓળખીતા વ્યક્તિ છે, પણ સવાલ એ છે કે ટીમમાં તે કોઈ જગ્યાએ ફિટ બેસે છે? સાઈનો સ્કોર જુઓ- 0,31,0,61. એવામાં અભિમન્યુને તક આપવી જોઈતી હતી. તે ઈડન ગાર્ડન જેવા મેદાન પર અંદાજે 30% મેચ રમી ચૂક્યો છે અને આવી વિકેટ પર તેને રમવાનો સારો અનુભવ છે. રેકોર્ડ પણ દર્શાવે છે કે તે લાંબી ઇનિંગ રમનાર ખેલાડી છે.'

ગત ઘરેલુ સિઝનમાં અભિમન્યુ ખૂબ જ સારા ફોર્મમાં હતો. તેણે દુલીપ ટ્રોફી, ઈરાની ટ્રોફી અને રણજી ટ્રોફીમાં ખુબ રન ફટકાર્યા હતા. તેનો સ્કોર હતો: 127*, 191, 116, 19, 157*, 13, 4, 200*, 72, 65. તેણે ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં અત્યાર સુધી 103 મેચમાં 48.70ના સ્ટ્રાઈક રેટે 7841 રન ફટકાર્યા છે, જેમાં 27 શતક અને 31 અર્ધસદીનો સમાવેશ છે. 

Tags :