Sports

આર્યના સબાલેન્કા સતત બીજી વખત યુએસ ઓપન ચેમ્પિયન બની, અમાંડાનું સપનું તૂટ્યું

By GS TEAM
7 Sep 20252 mins read
TukuTouch Logo
વર્લ્ડ નંબર-1 બેલારુસની આર્યના સબાલેન્કાએ યુએસ ઓપન 2025માં મહિલા સિંગલ્સનો ખિતાબ પોતાને નામે કર્યો છે. શનિવારે ન્યૂ યોર્કના આર્થર એશ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં આર્યના સબાલેન્કાએ યુએસએની અમાંડા અનિસિમોવાને 6-3, 7-6 (3)થી હરાવી હતી. 8મો ક્રમ ધરાવતી અનિસિમોવા સામેની મેચ જીતવા માટે સબાલેન્કાને 1 કલાક અને 34 મિનિટનો સમય લાગ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

આર્યના સબાલેન્કા સતત બીજી વખત યુએસ ઓપન ચેમ્પિયન બની, અમાંડાનું સપનું તૂટ્યું

US Open 2025:  વર્લ્ડ નંબર-1 બેલારુસની આર્યના સબાલેન્કાએ યુએસ ઓપન 2025માં મહિલા સિંગલ્સનો ખિતાબ પોતાને નામે કર્યો છે. શનિવારે ન્યૂ યોર્કના આર્થર એશ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં આર્યના સબાલેન્કાએ યુએસએની અમાંડા અનિસિમોવાને 6-3, 7-6 (3)થી હરાવી હતી. 8મો ક્રમ ધરાવતી અનિસિમોવા સામેની મેચ જીતવા માટે સબાલેન્કાને 1 કલાક અને 34 મિનિટનો સમય લાગ્યો હતો.

આર્યના સબાલેન્કા સતત બીજી વખત યુએસ ઓપન ચેમ્પિયન બની

આર્યના સબાલેન્કા સતત બીજી વખત યુએસ ઓપન ચેમ્પિયન બની છે. તેણે ગત વર્ષે પણ અહીં ખિતાબ જીત્યો હતો. 2014 પછી આ પહેલી વાર છે જ્યારે કોઈ ખેલાડીએ યુએસ ઓપનના મહિલા સિંગલ્સમાં પોતાના ટાઈટલને ડિફેન્ડ કર્યું. સબાલેન્કાનું આ ચોથું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ હતું.

આર્યના સબાલેન્કા બે વાર ઓસ્ટ્રેલિયન ઓપન પણ જીતી છે

આર્યના સબાલેન્કા બે વાર ઓસ્ટ્રેલિયન ઓપન (2023, 2024) પણ જીતી ચૂકી છે. બીજી તરફ અમાંડા અનિસિમોવા સતત બીજી ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ રમી રહી હતી, પરંતુ તે ફરીથી ટાઈટલ ન જીતી શકી. વિમ્બલ્ડન 2025 વુમેન્સ સિંગલ્સ ફાઈનલમાં અનિસિમોવાને પોલેન્ડની ઈગા સ્વિયાતેકના હાથે 0-6, 0-6થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં સતત વરસાદ, સાબરમતીમાં પાણી છોડાતા એલર્ટ, બનાસકાંઠામાં 8ને બચાવાયા

27 વર્ષીય આર્યના સબાલેન્કાએ પહેલા સેમિફાઈનલમાં યુએસએની જેસિકા પેગુલાને 4-6, 6-3, 6-4થી હરાવીને ટાઈટલ મેચમાં જગ્યા બનાવી હતી. જ્યારે 24 વર્ષીય અમાંડા અનિસિમોવાએ સેમિફાઈનલમાં જાપાની ખેલાડી નાઓમી ઓસાકાને 6-7 (4), 7-6 (3), 6-3થી હરાવી હતી.

અલ્કારેઝ અને સિનર વચ્ચે થશે જોરદાર ટક્કર

બીજી તરફ યુએસ ઓપન 2025ના મેન્સ સિંગલ્સ ફાઈનલમાં 7 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ નંબર-1 જેનિક સિનરનો સામનો સ્પેનના કાર્લોસ અલ્કારેઝ સાથે થશે. ઈટાલિયન ખેલાડી સિનરે બીજા સેમિફાઈનલમાં કેનેડાના ફેલિક્સ ઑગર અલિયાસિમે (25મો ક્રમાંક)ને 6-1, 3-6, 6-3, 6-4 થી હરાવ્યો હતો. બીજી તરફ વર્લ્ડ નંબર-2 અલ્કારેઝે પ્રથમ સેમિફાઈનલમાં સાતમા ક્રમાંકિત સર્બિયાના નોવાક જોકોવિચને 6-4, 7-6 (4), 6-2થી હરાવ્યો હતો.