IPL 2023ની સીઝન હવે તેની રોમાંચક પર પહોંચી ગઈ છે. ક્વોલિફાયર-1 મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ધોનીની કેપ્ટન્સીવાળી ચેન્નઈનો રોમાંચક રીતે 15 રને વિજય થયો હતો. હવે આજે IPL 2023ની એલિમિનેટર મેચ રમાશે. આ એલિમેનેટર મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સનો સામનો IPL 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સામે થેશે. આ મેચ પણ ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી શરુ થશે.
એલિમિનેટરના વિજેતા ટીમ ગુજરાતની ટીમ સામે રમશે
આ અગાઉ ક્વોલિફાયર-1માં હારેલી ગુજરાતની ટીમને વધુ એક તક મળશે. ગુજરાતની ટીમને ક્વોલિફાયર-2માં આજે રમાનાર એલિમિનેટરના વિજેતા ટીમ સામે રમવું પડશે. IPLમાં પોઈન્ટ ટેબલમાં ટોપ-2 ટીમોને ફાઈનલ માટે બે તક મળે છે. IPLમાં ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમોએ ફાઇનલમાં પહોંચવા માટે એલિમિનેટર અને ક્વોલિફાયર-2 જીતવી પડશે. આજે જે ટીમ આ મેચ હારશે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.
બંને ટીમોની એલિમિનેટર સુધીની સફર
લખનઉએ લીગ રાઉન્ડમાં 14 મેચ રમી હતી જેમાં તેણે 8 મેચ જીતી અને 5 મેચ હારી ગઈ હતી. એક મેચ ડ્રોમાં રહી હતી. લખનઉ અને ચેન્નઈની ટીમના પોઈન્ટ 17-17 સમાન હતા. જો કે ચેન્નઈની નેટ રન રેટ સારી હોવાના કારણે તે બીજા સ્થાને રહી હતી. આ સાથે બીજી ટીમ મુંબઈ ઈન્ડિયન્સે લીગ રાઉન્ડમાં 14 મેચ રમી હતી જેમાં 8 મેચ જીતી અને 6 મેચ હારી ગઈ હતી. મુંબઈના 16 પોઈન્ટ હતા અને તે ચોથા સ્થાને રહ્યી હતી.
ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડીએ વિરાટની 'સદી'ને વિવાદોમાં ઘેરી
હૈદરાબાદે 2016માં ઈતિહાસ રચ્યો હતો
હૈદરાબાદની ટીમ 2016ની સિઝનમાં પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને રહીને પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ હતી. આ ટીમે એલિમિનેટર મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 22 રનથી હરાવ્યું હતું. આ પછી ક્વોલિફાયર-2માં ગુજરાત લાયન્સ સામે 4 વિકેટે જીત મેળવી હતી. હૈદરાબાદે ફાઇનલમાં વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 8 રને હરાવી ટાઈટલ પર કબ્જો કર્યો હતો.
શુભમન ગિલે રચ્યો ઈતિહાસ, IPLમાં આ મોટી સિદ્ધિ મેળવનાર બીજો ભારતીય ખેલાડી બન્યો
પિચ રિપોર્ટ અને હવામાન સ્થિતિ
આ સિઝનમાં એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઘણી મેચ રમાઈ છે. આ મેદાન પર સ્પિન બોલરોનો દબદબો જોવા મળી રહ્યો છે. આ મેદાન પર ગઈકાલે ગુજરાત અને ચેન્નઈની ટીમોની ટક્કર થઈ હતી. જેમાં ચેન્નઈએ જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ સ્થિતિમાં આજે મુંબઈ સામે લખનઉની અગ્નિ પરિક્ષા જોવા થશે. ચેપોકની પીચ સામાન્ય રીતે બોલરો માટે મદદરૂપ માનવામાં આવે છે. આ સિઝનમાં આ મેદાન પર ઘણા મોટા સ્કોર પણ ચેઝ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે વાતાવરણ ખૂબ જ ખુશનુમા રહેવાની શક્યતાઓ છે. મેચ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.


