'ગિલે 8 અને કોહલીએ માત્ર એક છગ્ગો ફટકાર્યો..', ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડીએ વિરાટની 'સદી'ને વિવાદોમાં ઘેરી
ગુજરાત ટાઈટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું હતું
ગિલે 200ના સ્ટ્રાઈક રેટથી રન બનાવીને ગુજરાતને જીત અપાવી હતી
Updated: May 23rd, 2023
![]() |
Image:Twitter |
વર્ષ 2016માં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમને IPL ટ્રોફી જીતાડનાર કોચ ટોમ મૂડીએ કોહલી અને શુભમન ગિલ દ્વારા ફટકારેલી સદી વિશે પોતાનો અભિપ્રાય આપ્યો છે. ટોમ મૂડી ગિલની સદીને કોહલીની સદી કરતા સારી ગણી છે કારણ કે ગિલે બેટિંગ દરમિયાન 8 જયારે વિરાટે માત્ર એક જ છગ્ગો ફટકાર્યો હતો. ટોમ મૂડીએ ગિલ વિશે કહ્યું હતું કે ગિલ એક ખાસ ખેલાડી છે. છેલ્લા એક વર્ષથી અમે તેને ત્રણેય ફોર્મેટમાં રમતા જોયા છે. તેણે પોતાની રમત દ્વારા બતાવ્યું છે કે તે કેટલો સરસ બેટ્સમેન છે. તેની બોડી લેંગ્વેજ, એક્સપ્રેશન અને ફોકસ બધું નિયંત્રણમાં જોવા મળે છે. તેના શોટ્સ આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે.
શુભમન ગિલે 8 છગ્ગા ફટકાર્યા
ટોમ મૂડીએ એમ પણ કહ્યું કે, 'ગુજરાત અને બેંગ્લોર વચ્ચેની મેચમાં કોહલી અને ગિલ બંનેએ સદી ફટકારી હતી. પરંતુ શુભમન ગિલે તેની બેટિંગ દરમિયાન 8 છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે કોહલી માત્ર 1 જ ફટકારી શક્યો હતો. ગિલે 200ના શાનદાર સ્ટ્રાઈક રેટથી રન બનાવીને ગુજરાતને જીત અપાવી હતી. જે ખુબ અદ્ભુત હતું. જ્યારે તમે રન ચેઝ કરી રહ્યા હોવ અને તે પણ આટલી ઝડપી ગતિએ ત્યારે ચોક્કસપણે તમે ટીમ માટે સારું કરી રહ્યા છો. ગિલની ઝડપી બેટિંગે જ મેચમાં ફરક પાડ્યો હતો.
ગિલ અને કોહલીએ સદી ફટકારી
ગુજરાત ટાઈટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં બેંગ્લોરે પ્રથમ બેટિંગ કરી હતી. કોહલીએ 61 બોલમાં 101 રન બનાવ્યા હતા. જેમાં કોહલીએ 1 છગ્ગો અને 13 ચોક્કા ફટકાર્યા હતા. કોહલીએ 165.57ની સ્ટ્રાઇક સાથે રન બનાવ્યા હતા. બીજી તરફ ગિલે 52 બોલમાં 104 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેમાં 5 ચોક્કા અને 8 છગ્ગા સામેલ હતા.