Get The App

'એશિયન બ્રેડમેન' કહેવાતો આ પાકિસ્તાની ક્રિકેટર, જાણો કઈ ભારતીય યુવતી સાથે લગ્ન કર્યા હતા

Updated: Jul 24th, 2025

GS TEAM

Google News
Google News
'એશિયન બ્રેડમેન' કહેવાતો આ પાકિસ્તાની ક્રિકેટર, જાણો કઈ ભારતીય યુવતી સાથે લગ્ન કર્યા હતા 1 - image


Former Pakistani cricketer Zaheer Abbas: ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર 25 બેટ્સમેન એવા છે, જેમણે 100 કે તેનાથી વધુ સદી ફટકારવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હોય. આ યાદીમાં ફક્ત એક એશિયન ક્રિકેટર છે. પાકિસ્તાનના મહાન બેટ્સમેન અને 'એશિયન બ્રેડમેન'ના નામથી પ્રખ્યાત ઝહીર અબ્બાસ. ઝહીર અબ્બાસે ફર્સ્ટ ક્લાસ કરિયરમાં 108 સદી ફટકારી હતી. આ સિદ્ધિ સચિન તેંડુલકર કે સુનિલ ગાવસ્કર પણ હાંસલ નથી કરી શક્યા. તે બંનેના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 81-81 સદી છે.

24 જુલાઈ 1952ના રોજ સિયાલકોટમાં જન્મેલા ઝહીર અબ્બાસ આજે 78 વર્ષનો થયા છે. તેમણે કુલ 459 ફર્સ્ટ ક્લાસ મેચમાં ભાગ લીધો હતો, જેમાં તેણે 108 સદી અને 158  અડધી સદી ફટકારી છે. એવું કહેવાય છે કે, તેમની દૃષ્ટિ થોડી નબળી હતી, તેથી તેઓ ઘણીવાર ચશ્મા પહેરીને રમતા હતા. તેના કવર ડ્રાઈવ હજુ પણ જૂના ક્રિકેટ ચાહકોને યાદ છે. 

ઝહીરે 1969માં કરાચીમાં ન્યૂઝીલેન્ડસામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને પોતાની બીજી જ ટેસ્ટ (બર્મિંઘમમાં ઈંગ્લેન્ડ સામે)માં 274 રનની શાનદાર બેવડી સદી ફટકારી હતી, જે તેના 16 વર્ષના ટેસ્ટ કરિયરનો (78 ટેસ્ટ)નો સર્વોચ્ચ સ્કોર પણ રહ્યો. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઝહીર અબ્બાસે ચાર એવી મેચ રમી જેમાં તેણે પહેલી ઈનિંગમાં બેવડી સદી અને બીજી ઈનિંગમાં સદી ફટકારી અને તે પણ દરેક વખતે અણનમ રહીને. આ અનોખી સિદ્ધિ માત્ર તેમના નામે છે.

ટીમ- ગ્લૂસ્ટરશાયર vs સરે- 216 *, 156 * રન (The Oval, 1976)

ટીમ- ગ્લૂસ્ટરશાયર vs કેન્ટ- 230 *, 104 * રન (Canterbury, 1976) 

ટીમ- ગ્લૂસ્ટરશાયર vs સસેક્સ- 205 *, 108 * રન (Cheltenham, 1977)

ટીમ- ગ્લૂસ્ટરશાયર vs સમરસેટ- 215 *, 150 * રન (Bath, 1981)

ભારત સામે ઘરઆંગણે શાનદાર પ્રદર્શન

જો આપણે ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો ઝહીર અબ્બાસે ભારત સામે ઘરઆંગણે શાનદાર પ્રદર્શન કર્યું. તેણે 11 ટેસ્ટમાં 158.55ની એવરેજથી 1427 રન બનાવ્યા, જેમાં 6 સદીનો સામેલ છે. જો કે, તેઓ ભારત આવ્યા ત્યારે તેનું પ્રદર્શન નબળું રહ્યું. તેમણે 8 ટેસ્ટમાં માત્ર 313 રન અને એવરેજ 28.45 રહી અને કોઈ સદી પણ ફટકારી ન શક્યા.  

જો કે, તેમનો બીજો ખાસ રેકોર્ડ એ છે કે, તેમણે 5 આંતરરાષ્ટ્રીય (ટેસ્ટ + વન-ડે) ઈનિંગ્સમાં સતત સદી ફટકારી. તે એવર્ટન વિક્સ (વેસ્ટ ઈન્ડિઝ) બાદ આવું કરનારા બીજા બેટર હતા. ઝહીરની આ બધી સદી 1982-83માં ભારત સામેની ઘરેલુ સિઝનમાં જ હતી. એવર્ટન વિક્સ વિશે વાત કરીએ તો 1948માં તેમણે સતત પાંચ સદી ટેસ્ટ મેચમાં ફટકારી હતી. 

'એશિયન બ્રેડમેન' કહેવાતો આ પાકિસ્તાની ક્રિકેટર, જાણો કઈ ભારતીય યુવતી સાથે લગ્ન કર્યા હતા 2 - image

ઝહીર અબ્બાસના જીવનના રસપ્રદ તથ્યો

તમને જણાવી દઈએ કે, ઝહીર અબ્બાસનું આખું નામ 'સૈયદ ઝહીર અબ્બાસ કિરમાણી' હતું, પરંતુ તેમણે પોતાની કારકિર્દીમાં માત્ર 'ઝહીર અબ્બાસ' નામનો ઉપયોગ કર્યો હતો. 'કિરમાણી' નામ પૂર્વ ભારતીય વિકેટ કીપર સૈયદ કિરમાણીના નામ સાથે મળતું આવે છે, પરંતુ બંને વચ્ચે કોઈ પારિવારિક સંબંધ નથી.

આ પણ વાંચો: ચોથી ટેસ્ટમાં શુભમન ગિલ આઉટ થતાં જ ઈંગ્લેન્ડના ચાહકોએ હુરિયો બોલાવ્યો, VIDEO વાઈરલ

ઝહીરે પહેલા પિતરાઈ બહેન નસરીન સાથે લગ્ન કર્યા હતા. બાદમાં ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ દરમિયાન તેની મુલાકાત એક ભારતીય છોકરી રીતા લુથરા સાથે થઈ, જે ઈન્ટિરિયર ડિઝાઈનનો અભ્યાસ કરી રહી હતી. આ મિત્રતા બાદમાં પ્રેમમાં ફેરવાઈ અને બંનેએ 1988માં લગ્ન કરી લીધા. લગ્ન પછી રીતાએ ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો અને તેમનું નામ શમીના અબ્બાસ કરી દીધું. એવું કહેવાય છે કે રીતાના પિતા કે. સી. લુથરા અને ઝહીરના પિતા સારા મિત્રો હતા.




Tags :