ચોથી ટેસ્ટમાં શુભમન ગિલ આઉટ થતાં જ ઈંગ્લેન્ડના ચાહકોએ હુરિયો બોલાવ્યો, VIDEO વાઈરલ
Image Source: Twitter
ENG vs IND: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે એક ખૂબ જ ચોંકાવનારી ક્ષણ જોવા મળી, જ્યારે ભારતીય કેપ્ટન શુભમન ગિલ બેન સ્ટોક્સના બોલ પર આઉટ થઈ ગયો. ગિલ આઉટ થતાં જ ઈંગ્લેન્ડના ચાહકોએ હુરિયો બોલાવ્યો હતો, જેનાથી માહોલ તણાવપૂર્ણ બની ગયો હતો. ઈંગ્લેન્ડના ચાહકોને હંમેશા સારા ક્રિકેટના સમર્થક માનવામાં આવે છે. પરંતુ ગિલની વિકેટ પછી ઈંગ્લેન્ડના ચાહકોએ જે રીતે હુરિયો બોલાવ્યો તે આશ્ચર્યજનક હતું. તેનાથી સ્પષ્ટ થઈ ગયું કે લોર્ડ્સમાં થયેલી લડાઈને કારણે માહોલ વધુ તણાવપૂર્ણ બની ગયો છે.
વાસ્તવમાં બીજા સેશનમાં યશસ્વી જયસ્વાલે આઉટ થયા બાદ ગિલ બેટિંગ કરવા ઉતર્યો અને સાઈ સુદર્શન સાથે ઈનિંગને આગળ વધારી રહ્યો હતો. જોકે, ગિલનો ઈરાદો મોટો સ્કોર બનાવવાનો હતો, ખાસ કરીને લોડ્સ ટેસ્ટની બંને ઈનિંગમાં નિષ્ફળતા બાદ તે આ ઈનિંગમાં મોટો સ્કોર બનાવવા માગતો હતો.
પરંતુ ગિલે જે બોલ છોડ્યો તે જ તેની ભૂલનું કારણ બની ગયો. સ્ટોક્સે રાઉન્ડ ધ વિકેટથી આવીને જે બોલ ફેંક્યો, તે અંદર આવી રહી હતી અને ગિલે તેને છોડી દીધો. બોલ સીધો જઈને પેડ્સ પર લાગ્યો અને ઈંગ્લિશ ખેલાડીઓએ જોરદાર અપીલ કરી. થોડા સમય પછી અમ્પાયર રોડ ટકરે ગિલને LBW આઉટ જાહેર કર્યો.
ચાહકોએ હુરિયો બોલાવ્યો, પહેલી વાર સ્ટોક્સ સામે આઉટ
શુભમન ગિલ પોતાના ટેસ્ટ કરિયરમાં પહેલી વાર બેન સ્ટોક્સ સામે આઉટ થયો છે. તે માત્ર 12 રન બનાવીને આઉટ થઈ ગયો અને જ્યારે પવેલિયન તરફ જઈ રહ્યો હતો ત્યારે ઈંગ્લેન્ડના ચાહકોએ જોરદાર હુરિયો બોલાવ્યો.
આ પણ વાંચો: IND vs ENG: રિષભ પંતને પગમાં થઈ ઈજા, પહેલા દિવસની રમત પૂર્ણ, ભારતનો સ્કોર 264/4
એજબેસ્ટનમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ગિલે પ્લેયર ઓફ ધ મેચનું પ્રદર્શન કર્યું હતું, પરંતુ ત્યારબાદથી તે ફ્લોપ ચાલી રહ્યો છે. લોર્ડ્સ ટેસ્ટની બંને ઈનિંગ્સમાં ફ્લોપ રહ્યા બાદ, તેને માન્ચેસ્ટરમાં પણ મોટી ઈનિંગ્સ રમવાની તક મળી હતી, પરંતુ તે પણ તેણે ગુમાવી દીધી.
ભારતની મજબૂત શરૂઆત પછી લાગ્યો ઝટકો
આ પહેલા કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલે ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 94 રન બનાવ્યા હતા. રાહુલ 46 રન (98 બોલ) પર ક્રિસ વોક્સનો શિકાર બન્યો હતો, જ્યારે જયસ્વાલે 58 રન (107 બોલ) ની લડાયક ઈનિંગ રમી હતી અને લિયામ ડોસનના બોલ પર હેરી બ્રુક દ્વારા કેચ આઉટ થયો હતો.ત્યારબાદ ભારતને મોટો ઝટકો લાગ્યો જ્યારે પંત રિટાયર્ડ હર્ટ થઈ ગયો. પંત વોક્સના બોલ પર ઘાયલ થયો હતો અને તેને મેદાન છોડવું પડ્યું હતું. પહેલા દિવસની રમતના અંત સુધીમાં, ભારતે 4 વિકેટ ગુમાવ્યા બાદ 264 રન બનાવ્યા હતા.