Sports

ચેન્નઈ સુપર કિંગ્સના આ 5 ખેલાડી પર રહેશે નજર, ગમે ત્યારે પલટી શકે છે મેચનું પરિણામ

By GS Team
28 May 20233 mins read
This article was originally published on 28 May 2023
TukuTouch Logo
IPL 2023ની ફાઇનલ ચેન્નઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ચેન્નઈ 10મી વખત IPLની ફાઈનલ રમવા જઈ રહી છે, જ્યારે ગુજરાતની ટીમ સતત બીજી વખત IPLની ફાઈનલ રમશે. ચેન્નઈ 4 વખત અને ગુજરાત એક વખત ટાઈટલ જીતવામાં સફળ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચેન્નઈ સુપર કિંગ્સના આ 5 ખેલાડી પર રહેશે નજર, ગમે ત્યારે પલટી શકે છે મેચનું પરિણામ
Image:Twitter

IPL 2023ની ફાઇનલ ચેન્નઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ચેન્નઈ 10મી વખત IPLની ફાઈનલ રમવા જઈ રહી છે, જ્યારે ગુજરાતની ટીમ સતત બીજી વખત IPLની ફાઈનલ રમશે. ચેન્નઈ 4 વખત અને ગુજરાત એક વખત ટાઈટલ જીતવામાં સફળ રહી છે. આજની મેચ ખૂબ જ રોમાંચક રહેવાની આશા છે. ગુજરાત સામેની ટાઈટલ મેચમાં ચેન્નઈના આ ખેલાડીઓ સૌની પર નજર રહેશે.

ઋતુરાજ ગાયકવાડ

ગાયકવાડે આ સિઝનમાં ચેન્નઈને IPLની ફાઈનલમાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ગાયકવાડે આ સિઝનમાં અત્યાર સુધી 15 મેચોમાં 564 રન બનાવ્યા છે. કોનવેની સાથે મળીને ઋતુરાજ ચેન્નઈ માટે ઇનિંગ્સની શરૂઆત કરે છે. ચેન્નઈના ઓપનર બેટ્સમેનોની સફળતા ટીમ માટે ઘણી મહત્વની હતી. IPLની ફાઈનલ મેચમાં સૌની નજર ફરી એકવાર ઋતુરાજ પર રહેશે.

ડેવોન કોનવે

IPLની 16મી સિઝનમાં ડેવોન કોનવેએ પણ શાનદાર બેટિંગ કરી છે. તેણે 15 મેચની 14 ઇનિંગ્સમાં કુલ 625 રન બનાવ્યા છે. કોનવે ચેન્નઈ માટે વધુમાં વધુ સમય ક્રિઝ પર રહેવાનો અને મોટી ઇનિંગ્સ રમવાનો પ્રયાસ કર છે. IPL ફાઈનલમાં પણ કોનવેની ભૂમિકા મહત્વની રહેશે.

શિવમ દુબે

ચેન્નઈની ટીમમાં શિવમ દુબે એવો બેટ્સમેન છે જે ઝડપી રન બનાવીને મેચ બદલી શકે છે. ધોનીએ આ સિઝનમાં દુબે પર ઘણો વિશ્વાસ બતાવ્યો છે. શિવમ પાસે ફાઇનલમાં પોતાના પ્રદર્શન દ્વારા ધોનીનો વિશ્વાસ સંપૂર્ણપણે જીતવાની તક હશે. આજે દુબે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. IPL 2023માં શિવમ દુબેએ 158.85ના સ્ટ્રાઈક રેટથી 386 રન બનાવ્યા છે, જેમાં 3 ફિફ્ટી પણ સામેલ છે. શિવમે આ IPLમાં અત્યાર સુધીમાં 33 છગ્ગા ફટકાર્યા છે.

દીપક ચહર

દીપક ચહરે જબરદસ્ત વાપસી કરી છે. દીપક પાવર પ્લેમાં ચેન્નઈ માટે શાનદાર બોલિંગ કરે છે. શરૂઆતના સમયે તેની પાસે વિકેટ લેવાની જવાબદારી છે. આજે દીપક ફાઇનલમાં પણ આ જ રોલમાં જોવા મળશે. ચહરે આ સિઝનમાં 9 મેચમાં 12 વિકેટ લીધી છે.

મથીશા પથિરાના

આજની મેચમાં બધાની નજર બેબી મલિંગા પર રહેશે. મથીશા ધોની માટે ખાસ બની ગયો છે. જ્યારે પણ ધોનીને રન રેટ પર રોક લગાવવી હોય છે ત્યારે તે બોલ પથિરાનાને આપી દે છે. મથીશા પથિરાનાની બોલિંગે ડેથ ઓવરોમાં તબાહી મચાવી હતી. ગુજરાત સામે છેલ્લી ઘડીમાં ધોની ફરી એકવાર પથિરાનાને બોલિંગ સોંપશે. મથીશા પથિરાના પર આજની મેચમાં મોટી જવાબદારી રહેશે. આ સિઝનમાં પથિરાને 11 મેચમાં 17 વિકેટ ઝડપી છે.

'ધોની ફેક્ટર' ચેન્નઈને ચેમ્પિયન બનાવી શકે છે

આ સાથે જ જાડેજા પણ મેચમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જાડેજા ઓલરાઉન્ડર તરીકે ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જ્યારે સ્પિનર ​​મહેશ તિક્ષના પર પણ જવાબદારી રહેશે. આ બધા સિવાય ચેન્નઈ સાથે સૌથી મોટો 'એક્સ ફેક્ટર' પોતે ધોની છે. ધોનીની રણનીતિ મોટી મેચોમાં વિરોધી ટીમ માટે ચક્રવ્યૂહનું કામ કરે છે. આજે પણ 'ધોની ફેક્ટર' ચેન્નઈને ચેમ્પિયન બનાવી શકે છે.