એશિયા કપમાં અભિષેક શર્મા સાથે કોણ કરશે ઓપનિંગ? ગિલ અને યશસ્વી સાથે આ ખેલાડીનું નામ પણ ચર્ચામાં
Asia Cup 2025: ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝ પૂર્ણ થઈ ગઈ છે. હવે ભારતીય ટીમ સપ્ટેમ્બર મહિનામાં UAEમાં એશિયા કપ 2025ની ટુર્નામેન્ટ રમશે. જણાવી દઈએ કે 9 સપ્ટેમ્બરથી લઈને 28 સપ્ટેમ્બર સુધી UAEમાં આ ટુર્નામેન્ટ રમાશે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ પહેલી મેચ 10 સપ્ટેમ્બરે UAE સામે રમશે. પછી ભારતીય ટીમ દુબઈમાં જ 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમશે.ભારતીય ટીમની છેલ્લી ગ્રુપ મેચ 19 સપ્ટેમ્બરે અબુ ધાબીમાં ઓમાન સામે રમશે. હવે એશિયાકપ 2025માં ભારતના યુવા સ્ટાર ઓપનિંગ બેટર તરીકે અભિષેક શર્માનું સ્થાન નક્કી માનવામાં આવી રહ્યું છે. પણ હવે તે ખેલાડી વિશે તમને જણાવીશું જે અભિષેક શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે.
સંજૂ સેમસન
હાલના સમયમાં ભારત માટે ટી-20 ફોર્મેટમાં અભિષેક શર્મા સાથે સંજૂ સેમસન ઓપનિંગ કરી રહ્યો છે. બંનેની જોડીએ ભારત માટે સારું પ્રદર્શન કર્યું છે. એશિયા કપમાં પણ ભારતીય ટીમ આ જોડીને ફરી પસંદ કરી શકે છે. સંજૂએ ભારત માટે 42 ટી20 મેચ રમી છે અને 861 રન ફટકાર્યા છે. તેના નામે 3 શતક અને બે અર્ધશતક પણ છે.
આ પણ વાંચો : કોઈ થ્રિલર ફિલ્મથી ઓછી નહોતી Ind vs Eng સીરિઝ, 6 વિવાદ રહ્યાં ભારે ચર્ચામાં...
શુભમન ગિલ
રિપોર્ટ્સ એવા પણ સામે આવ્યા છે કે, ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલ પણ અભિષેક શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે. જણાવી દઈએ કે, ગિલે લાંબા સમયથી ભારત માટે ટી20 મેચ નથી રમી. ગિલે છેલ્લી ટી20 મેચ ગયા વર્ષે શ્રીલંકા સામે રમી હતી.ગિલે ભારત માટે 21 ટી20 મેચમાં 578 રન બનાવ્યા છે. તેણે 1 શતક અને 3 અર્ધશતક પણ ફટકારી છે.
યશસ્વી જયસ્વાલ
વાત એવી પણ ચાલી રહી છે કે યુવા સ્ટાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ પણ ફરી એક વાર ટી20 ટીમમાં વાપસી કરી શકે છે. જણાવી દઈએ કે જાયસ્વાલે તેની છેલ્લી ટી 20 મેચ શ્રીલંકા સામે વર્ષ 2024માં રમી હતી. જાયસ્વાલ પણ અભિષેક શર્મા સાથે એક સારો વિકલ્પ બની શકે છે. યશસ્વીએ 23 ટી 20માં ભારત માટે 1 શતક અને 5 અર્ધશતક સાથે 723 રન બનાવ્યા છે.