કોઈ થ્રિલર ફિલ્મથી ઓછી નહોતી Ind vs Eng સીરિઝ, 6 વિવાદ રહ્યાં ભારે ચર્ચામાં...
India vs England 2025 Test series Top 6 Controversies: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની 5 મેચોની એન્ડરસન-તેંડુલકર ટ્રોફી ક્રિકેટનો શાનદાર તડકો જોવા મળ્યો. 4 ઓગસ્ટના રોજ ઓવલમાં સીરિઝ 2-2થી સમાપ્ત થઈ. હેડિંગ્લે લીડ્સથી લંડનના ઓવલ મેદાન વચ્ચે જે પણ ક્રિકેટના ખેલમાં જોવા મળ્યું તે કોઈ થ્રિલર ફિલ્મથી ઓછી નહોતી.
આ સીરિઝ દરમિયાન ઘણા વિવાદો સામે આવ્યા, ઘણી વખત એવું લાગ્યું કે 'જેન્ટલમેન ગેમ'ની લાગણીઓ ચકનાચૂર થઈ જશે. મેદાન પર ઘર્ષણ થયું, દલીલો થઈ, અગ્રેસન જોવા મળ્યુ પરંતુ આ બધામાં દર્શકોને એક સુપર પેક્ડ સીરિઝ જોવા મળી. હવે ચાલો તમને આ સીરિઝ સાથે જોડાયેલા કેટલાક વિવાદો વિશે જણાવીએ. જે ભારે ચર્ચામાં રહ્યા.
1. લૉડ્સ ટેસ્ટ: ડ્યૂક્સ બૉલની ક્વોલિટી પર વિવાદ
લોર્ડ્સ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ ડ્યુક્સ બોલની ક્વોલિટી પર સવાલ ઉઠ્યા હતા. ત્યારબાદ ભારતીય ટીમ મેનેજમેન્ટે આ બાબતની ફરિયાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને કરી હતી.
ભારતીય ટીમે પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે, બીજો રિપ્લેસમેન્ટ બોલ, જે માત્ર 10 ઓવરમાં જ પોતાનો આકાર ગુમાવી ચૂક્યો હતો, તે વાસ્તવમાં 30-35 ઓવર જૂનો હતો. ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટનું કહેવું છે કે આનાથી અમને ઘણું નુકસાન થયું અને અંતે અમે 22 રનથી મેચ હારી ગયા.
2. લૉર્ડ્સ ટેસ્ટ: વિલંબ અને ઈંગ્લેન્ડની ટાઈમ વેસ્ટિંગની વ્યૂહરચના
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ ઐતિહાસિક લૉર્ડ્સ મેદાન પર રમાઈ હતી. મેચનો ત્રીજો દિવસ (12 જુલાઈ) ખૂબ જ નાટકીય અંદાજમાં સમાપ્ત થયો હતો. દિવસની રમત પૂરી થાય તે પહેલાં ભારતીય કેપ્ટન શુભમન ગિલ અને ઈંગ્લિશ ઓપનર જેક ક્રાઉલી વચ્ચે ઉગ્ર દલીલ જોવા મળી હતી. ક્રાઉલીએ પોતાની બેટિંગ દરમિયાન ટાઈમ વેસ્ટ કરવાનો પ્રયાસ કર્યો જેથી ઈંગ્લેન્ડને ત્રીજા દિવસે એકથી વધુ ઓવરનો સામનો ન કરવો પડે.
3. ગૌતમ ગંભીર vs ઓવલ ક્યૂરેટર વિવાદ
ઓવલ ટેસ્ટની શરૂઆત 31 જુલાઈના રોજ થઈ હતી, પરંતુ ટેસ્ટ શરૂ થાય તે પહેલાં ઓવલ પિચ ક્યૂરેટર લી ફોર્ટિસે ગૌતમ ગંભીર સાથે બિનજરૂરી દલીલ કરી હતી. ટીમ ઈન્ડિયાનું 29 જુલાઈના રોજ ટ્રેનિંગ સેશન હતું. સેશન દરમિયાન ક્યૂરેટર લી ફોર્ટિસે ભારતીય કોચિંગ સ્ટાફને મુખ્ય પિચ એરિયાથી 2.5 મીટર દૂર રહેવા કહ્યું, જ્યારે તેમણે માત્ર જોગર્સ (રબર સ્પાઈક્સ) જૂતા પહેર્યા હતા. ભારતીય ટીમ મેનેજમેન્ટ આનાથી ગુસ્સે થયું. આના પર ગૌતમ ગંભીરે તેમને કહ્યું કે, તમે અમને એ ન કહી શકો કે અમારે શું કરવું. તમને આ કહેવાનો કોઈ અધિકાર નથી. તમે માત્ર એક ગ્રાઉન્ડ્સમેન છો, તેનાથી વધુ કંઈ નહીં.
આના એક દિવસ પછી એટલે કે 30 જુલાઈના રોજ લી ફોર્ટિસના વલણમાં કોઈ સુધારો નહોતો થયો અને 31 જુલાઈએ પણ તેણે ભારતીય ટીમ મેનેજમેન્ટ સાથે ઝઘડો કરવાનો પ્રયાસ કર્યો હતો.
આકાશ દીપનું આક્રમક અંદાજમાં સેલિબ્રેશન
ઓવલ ટેસ્ટમાં ફાસ્ટ બોલર આકાશ દીપે પ્રથમ ઈનિંગમાં 43 રનના વ્યક્તિગત સ્કોર પર બેન ડકેટને આઉટ કર્યો હતો. આઉટ થતાં પહેલાં ડકેટ ખૂબ જ સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો. ધ્રુવ જુરેલ દ્વારા ડકેટને કેચ આઉટ કર્યા પછી આકાશ દીપે આક્રમક અંદાજમાં સેલિબ્રેશન કર્યું. તેણે ડકેટની સામે મુઠ્ઠી વાળી અને પછી તેના ખભા પર હાથ રાખીને તેને કંઈક કહ્યું. આનાથી પણ સવાલો ઉઠ્યા થયા. બીજી તરફ ઓવલમાં જ પ્રસિદ્ધ કૃષ્ણા અને જો રૂટ વચ્ચે દલીલ પણ જોવા મળી હતી.
આ પણ વાંચો: ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે સિરાજના કર્યા વખાણ, કહ્યું - 'અદ્ભુત પ્રદર્શન...'
5. સિરાજનું અગ્રેસિવ સેલિબ્રેશન
સામાન્ય રીતે મોહમ્મદ સિરાજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની જેમ ઉજવણી માટે જાણીતો છે, પરંતુ લૉર્ડ્સ ટેસ્ટ મેચના ચોથા દિવસે ઈંગ્લિશ બેટ્સમેન બેન ડકેટની વિકેટ લીધા પછી તેણે જે રીતે સેલિબ્રેશન કર્યું, તેના પર ICC (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)એ કાર્યવાહી કરવી પડી હતી. તેને ICCની આચારસંહિતા 2.5 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો. બાદમાં તેની મેચ ફીમાં પણ 15% કાપ મૂકવામાં આવ્યો.
6. પટૌડી ટ્રોફીનું નામ બદલવું
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સીરિઝ પહેલા તે 'પટૌડી ટ્રોફી' તરીકે જાણીતી હતી. પરંતુ આ સીરિઝનું નામ બદલીને એન્ડરસન-તેંડુલકર ટ્રોફી રાખવામાં આવ્યું, જેના કારણે ઘણો વિવાદ થયો. પરંતુ સુનીલ ગાવસ્કર અને ફારૂક એન્જિનિયરે પણ ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ના આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. વાસ્તવમાં પટૌડી પરિવારનો ભારત-ઇંગ્લેન્ડ ક્રિકેટ સાથે ઊંડો સંબંધ હતો. ઈફ્તિખાર અલી ખાન પટૌડી અને તેમના પુત્ર મન્સૂર બંનેએ ભારતનું નેતૃત્વ કર્યું અને બંનેએ લાંબા સમય સુધી ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી હતી. ઈફ્તિખાર ઈંગ્લેન્ડ ટીમ માટે પણ રમ્યા હતા.