Get The App

ટીમ ઈન્ડિયા ICC ટ્રોફી જીતવા અને પાકિસ્તાનીઓ પૈસા માટે...', દિગ્ગજ ખેલાડીનું ચોંકાવનારું નિવેદન

Updated: Mar 8th, 2025

GS TEAM


Google News
Google News
ટીમ ઈન્ડિયા ICC ટ્રોફી જીતવા અને પાકિસ્તાનીઓ પૈસા માટે...', દિગ્ગજ ખેલાડીનું ચોંકાવનારું નિવેદન 1 - image


ICC Champions Trophy: પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મોહમ્મદ હાફિઝે ચેમ્પિયન્સ ટ્રોફીની સમીક્ષા દરમિયાન એક ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું કે, ભારતીય ટીમ ટુર્નામેન્ટ જીતવા માટે રમે છે. જ્યારે પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા જેવી ટીમો તો માત્ર પૈસા કમાવા માટે જ  ICC ચેમ્પિયન્સ ટ્રોફી સહિતની ટુર્નામેન્ટમાં ભાગ લે છે. તેઓની પાસે જીતવાનું નક્કર આયોજન નથી હોતું. નોંધપાત્ર છે કે, યજમાન પાકિસ્તાન ગ્રુપ સ્ટેજમાંથી એક પણ મેચ જીત્યા વિના ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર ફેંકાઈ ગયું હતુ. 

પાકિસ્તાનીઓ માત્ર પૈસા માટે રમે છે

હાફિઝે કહ્યું કે, આપણે બે વખત હાઈબ્રિડ મોડલ માટે તૈયાર થઈ ગયા. આ હાઈબ્રિડ મોડલથી પાકિસ્તાનને માત્ર પૈસા સિવાય કશુ મળતું નથી. આપણે તો બસ પૈસા કમાવા હતા, તે કમાઈ લીધા એટલે વાત પુરી. સાઉથ આફ્રિકાનું પણ એવું જ છે. જોકે આ બધા વચ્ચે જે ટીમ જીતવા માટે રમે છે તે ભારતીય ટીમ છે. તેમની પાસે  ICC ટ્રોફી જીતવા માટેનું આયોજન છે. 

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમ બનશે માલામાલ, રનર અપ ટીમને પણ મળશે આટલા કરોડ

ભારતને કોઈ ફાયદો નથી મળી રહ્યો

તેણે આગળ કહ્યું કે, હાલમાં ઘણી ચર્ચા ચાલી રહી છે કે,  ICC ભારતની તરફેણ કરે છે. તેમને એક જ ગ્રાઉન્ડ પર રમવા મળે છે, તેનો ફાયદો થયો છે. જોકે, મને લાગે છે કે તેમને કોઈના તરફથી ફાયદો નથી મળી રહ્યો. તેમણે જેટલી જીત હાંસલ કરી છે તે માત્રને માત્ર તેમની ઉચ્ચ દરજ્જાની રમતને આભારી છે.

પાકિસ્તાન અને સાઉથ આફ્રિકાના બોર્ડ આર્થિક રીતે સધ્ધર નથી

પાકિસ્તાન અને સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડનું ઉદાહરણ આપતાં તેણે કહ્યું કે, દરેક દેશના ક્રિકેટ બોર્ડની પ્રાથમિકતા અલગ છે. પાકિસ્તાન અને સાઉથ આફ્રિકાના બોર્ડ આર્થિક રીતે સધ્ધર નથી. એટલે તેઓ તેમના ખેલાડીઓને જંગી રકમનો કોન્ટ્રાક્ટ આપી શકતાં નથી. આ જ કારણે આ દેશોના બોર્ડને જ્યારે તેમની દ્વિપક્ષીય શ્રેણી રમાતી હોય ત્યારે પણ તેમના દેશના ખેલાડીઓને ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવા માટે મોકલવા પડે  છે.

Tags :