Get The App

ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમ બનશે માલામાલ, રનર અપ ટીમને પણ મળશે આટલા કરોડ

Updated: Mar 8th, 2025

GS TEAM


Google News
Google News
Champions Trophy Prize Money


Champions Trophy Prize Money: ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી ગઈ છે. વધુ એક મેચ જીતીને ટીમ વધુ એક ICC ટાઈટલ જીતશે. આ પહેલા ભારતીય ટીમે વર્ષ 2013માં એમએસ ધોનીની કેપ્ટનસીમાં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. હવે બીજી ટ્રોફી પણ દૂર નથી. જોકે વર્ષ 2002માં ભારત જોઈન્ટ વિનર બન્યું હતું, તેથી આ ત્રીજી ટ્રોફી હશે. એવામાં જાણીએ કે જો ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતે છે, તો તેને વિજેતા તરીકે કેટલા કરોડ રૂપિયા મળશે અને હારનાર ટીમના ભાગમાં શું આવશે. 

ચેમ્પિયન્સ ટ્રોફીની વિજેતા અને ઉપવિજેતા ટીમોને મળશે આ રકમ 

જો આપણે ચેમ્પિયન્સ ટ્રોફીના વિજેતાની ઈનામની રકમની વાત કરીએ તો ટાઈટલ જીતનારી ટીમને 19.48 કરોડ રૂપિયાની મોટી રકમ આપવામાં આવશે. જે ટીમ ફાઇનલમાં હારશે એટલે કે ઉપવિજેતા, તેને 9.74 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળશે. 

સેમીફાઈનલમાં હારેલી ટીમોને લગભગ 4.87 કરોડ રૂપિયા જેટલી જ રકમ આપવામાં આવી છે. એટલે કે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની ટીમ પણ માલામાલ થઈ છે. ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગયેલી ટીમોને ઈનામી રકમ પણ મળી છે. પાંચમા અને છઠ્ઠા સ્થાને રહેલી ટીમો (અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ)ને સમાન અંદાજે રૂ. 3.04 કરોડ મળ્યા છે. જ્યારે સાતમા અને આઠમા સ્થાને રહેલી ટીમો (પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ)ને અંદાજે રૂ. 1.22 કરોડ મળ્યા છે.

તમામ 8 ટીમોને રૂ.1.08 કરોડની ગેરંટી મની આપવામાં આવી છે

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં દરેક મેચ મહત્ત્વપૂર્ણ છે. ગ્રુપ સ્ટેજમાં મેચ જીતવા બદલ ટીમને લગભગ 29.61 લાખ રૂપિયા મળ્યા હતા. આ ઉપરાંત તમામ 8 ટીમોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અંદાજે રૂ.1.08 કરોડની ગેરંટી મની આપવામાં આવી છે. ICC આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ લગભગ 60 કરોડ રૂપિયાની ઈનામી રકમનું વિતરણ કરી રહી છે. જે 2017 કરતા 53% વધુ છે.

આ પણ વાંચો: દુબઈની પિચથી ભારતને ફાયદો: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પહેલા ન્યૂઝીલેન્ડના કેપ્ટનનું મોટું નિવેદન

ચેમ્પિયન્સ ટ્રોફી પ્રાઈઝ મની

વિજેતા ટીમઃ રૂ. 19.48 કરોડ

રનર અપ: રૂ. 9.74 કરોડ

સેમિફાઇનલ (ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા): રૂ. 4.87 કરોડ

પાંચમી-છઠ્ઠી ટીમ (અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ): રૂ. 3.04 કરોડ

સાતમી-આઠમી ટીમ (પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ): રૂ. 1.22 કરોડ

ગ્રુપ સ્ટેજ જીત: રૂ. 29.61 લાખ

ગેરંટી મની: રૂ. 1.08 કરોડ.

ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમ બનશે માલામાલ, રનર અપ ટીમને પણ મળશે આટલા કરોડ 2 - image

Tags :