Sports

IND vs ENG: બે ખેલાડી ઈજાગ્રસ્ત, એક પર સસ્પેન્સ... માન્ચેસ્ટર ટેસ્ટ મેચમાં શું કરશે શુભમન ગિલ?

By GS TEAM
22 Jul 20253 mins read
TukuTouch Logo
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની ચોથી મેચ બુધવારે (23મી જુલાઈ) માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાશે. પરંતુ ચોથી ટેસ્ટ પહેલા ભારતીય ટીમના પ્લેઇંગ ઈલેવન વિશે હજુ ચિત્ર સ્પષ્ટ થયુ નથી. ફાસ્ટ બોલર આકાશ દીપ ફિટ નથી, તેથી અંશુલ કંબોજને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડી સમગ્ર પ્રવાસમાંથી બહાર છે, જ્યારે અર્શદીપ સિંહ પણ ફિટનેસ સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો છે. કરુણ નાયર પોતાનું સ્થાન જાળવી રાખશે કે સાઈ સુદર્શનને તક મળશે તે અંગે હજુ અંતિમ નિર્ણય લેવાનો નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

IND vs ENG: બે ખેલાડી ઈજાગ્રસ્ત, એક પર સસ્પેન્સ... માન્ચેસ્ટર ટેસ્ટ મેચમાં શું કરશે શુભમન ગિલ?
Images Sourse: IANS

India Playing 11 vs England 4th Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની ચોથી મેચ બુધવારે (23મી જુલાઈ) માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાશે. પરંતુ ચોથી ટેસ્ટ પહેલા ભારતીય ટીમના પ્લેઇંગ ઈલેવન વિશે હજુ ચિત્ર સ્પષ્ટ થયુ નથી. ફાસ્ટ બોલર આકાશ દીપ ફિટ નથી, તેથી અંશુલ કંબોજને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડી સમગ્ર પ્રવાસમાંથી બહાર છે, જ્યારે અર્શદીપ સિંહ પણ ફિટનેસ સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો છે. કરુણ નાયર પોતાનું સ્થાન જાળવી રાખશે કે સાઈ સુદર્શનને તક મળશે તે અંગે હજુ અંતિમ નિર્ણય લેવાનો નથી.

સોમાવારે આઉટડોર ટ્રેનિંગ સેશન યોજાઈ હતી

ભારતીય ટીમે ચોથી ટેસ્ટ પહેલા સોમવારે (21મી જુલાઈ) આઉટડોર ટ્રેનિંગ સેશન યોજ્યું હતું. આ દરમિયાન ફાસ્ટ બોલર આકાશ દીપે  બોલિંગ કરી, પરંતુ તે ફિટ જોવા મળ્યો ન હતો. લોર્ડ્સ ટેસ્ટથી તે ગ્રોઈન ઈન્જરીથી પીડાઈ રહ્યો છે. તેમણે કોચ મોર્ને મોર્કેલની દેખરેખ હેઠળ બોલિંગ કરી હતી. આ ઉપરાંત આકાશ દીપ દર્શકની જેમ સાઇડલાઇન પર ઊભો રહ્યો, તેની સાથે અર્શદીપ સિંહ પણ જોવા મળ્યો, જે હાથની ઇજાને કારણે પહેલાથી જ બહાર થઈ ગયો છે. જો આકાશ દીપ પણ ફિટ ન થાય, તો ટીમે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ સાથે ત્રીજા ફાસ્ટ બોલર તરીકે પ્રસિદ્ધ કૃષ્ણ અથવા અંશુલ કંબોજમાંથી કોઈ એકને પસંદ કરવો પડશે.

આ પણ વાંચો: IND vs ENG: માન્ચેસ્ટર ટેસ્ટમાં રમશે ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો મેચ વિનર ખેલાડી, સિરાજે કર્યું કન્ફર્મ

અંશુલ કંબોજ મેચમાં ડેબ્યૂ કરવાની તક 

અર્શદીપના કવર તરીકે જોડાયેલા હરિયાણાના અંશુલ કંબોજનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે તેને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. અંશુક કંબોજે નેટ્સમાં લગભગ એક કલાક ઝડપી બોલિંગ કરી. તેની સાથે સિરાજ, બુમરાહ, પ્રસિદ્ધ અને શાર્દુલ ઠાકુર પણ બોલિંગ કરી રહ્યા હતા. કંબોઝે પણ હળવી બેટિંગ કરી, જે એ પણ દર્શાવે છે કે તે નીતિશ રેડ્ડીની જગ્યાએ ઓલરાઉન્ડર વિકલ્પ બની શકે છે.

સિરાજે પ્રેક્ટિસ સેશન દરમિયાન આક્રમક બોલિંગ કરી, ખાસ કરીને શુભમન ગિલ, કે.એલ. રાહુલ અને રિષભ પંત સામે. બુમરાહ મેદાનમાં આવ્યો અને બોલિંગ કરી કારણ કે પ્રેક્ટિસ પિચ થોડી લપસણી હતી.

રિષભ પંત માન્ચેસ્ટર ટેસ્ટ રમશે?

નેટ સેશન દરમિયાન બધાની નજર રિષભ પંત પર હતી, તેણે લોર્ડ્સ ટેસ્ટમાં વિકેટ કીપિંગ કરી ન હતી કારણ કે તેને બીજી ટેસ્ટના પહેલા દિવસે આંગળીમાં ઈજા થઈ હતી. જ્યારે તે પાંચમા દિવસે બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે તેને જોફ્રા આર્ચરના બોલનો સામનો કરતી વખતે દુ:ખાવો થતો હતો. પરંતુ આ ટ્રેનિંગ સેશનમાં રિષભ પંતે કોઈ સમસ્યા વિના વિકેટ કીપિંગ કરી અને લગભગ એક કલાક સુધી બેટિંગ પણ કરી. પંતે સિરાજ, કંબોજ અને પ્રસિદ્ધ સામે આરામથી બેટિંગ કરી અને કોઈ સમસ્યા દેખાઈ નહીં.

કરુણ નાયર કે સાઈ સુદર્શન કોને તક મળશે?

કરુણ નાયરના સ્થાન અંગે પણ ચર્ચા ચાલી રહી છે. જોકે, તેણે પ્રેક્ટિસમાં સારી બેટિંગ કરી. સાઈ સુદર્શન નેટમાં પણ સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે રમ્યો અને સ્લિપમાં કેચિંગની પ્રેક્ટિસ પણ કરી. એવું માનવામાં આવે છે કે તે નાયરનું સ્થાન લઈ શકે છે. નીતિશ રેડ્ડી ભારત પરત ફર્યા પછી, યશસ્વી જયસ્વાલ પણ સ્લિપમાં કેચિંગની પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા.