IND vs ENG: માન્ચેસ્ટર ટેસ્ટમાં રમશે ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો મેચ વિનર ખેલાડી, સિરાજે કર્યું કન્ફર્મ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mohammed Siraj: ભારતીય ટીમે માન્ચેસ્ટરમાં રમાનારી ચોથી ટેસ્ટ મેચ માટે તૈયારી શરૂ કરી દીધી છે. ટીમ ઈન્ડિયાએ સીરીઝમાં ટકી રહેવા માટે આગામી ટેસ્ટ મેચ કોઈપણ હાલતે જીતવી અત્યંત જરૂરી છે, કારણ કે ભારતીય ટીમ 5 મેચની સીરીઝમાં 1-2 થી પાછળ છે. જોકે, ચોથી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ક્રિકેટ ચાહકોને સારા સમાચાર આપ્યા છે. તેમણે પુષ્ટિ કરી છે કે, ચોથી ટેસ્ટ મેચ એક ઘાતક ફાસ્ટ બોલર રમવાનો છે.
મોહમ્મદ સિરાજે આપ્યા ગુડ ન્યુઝ
મોહમ્મદ સિરાજે સ્પષ્ટ કર્યું છે કે, જસપ્રીત બુમરાહ ચોથી ટેસ્ટ મેચ રમશે. તેણે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું હતું કે, હકીકતમાં જસપ્રીત બુમરાહ વિશે શંકા હતી કે, તેની ફિટનેસને ધ્યાનમાં રાખીને ચોથી ટેસ્ટ મેચ નહીં રમે કે આરામ કરશે. પરંતુ સિરાજે આ બધી અટકળો પર પૂર્ણવિરામ લાવી દીધો છે. જસ્સીનું ચોથી ટેસ્ટ મેચ રમવું ભારત માટે દરેક રીતે સારું છે. બુમરાહ શાનદાર ફોર્મમાં છે અને ભારત માટે ફાસ્ટ બોલિંગ યુનિટનો જીવ કહેવાય છે.
આ પણ વાંચો: કેશ કાંડમાં ફસાયેલા જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ, 200થી વધુ સાંસદોનું પ્રસ્તાવને સમર્થન
કેવુ છે બંને ખેલાડીઓનું પ્રદર્શન
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી સીરીઝમાં મોહમ્મદ સિરાજ અત્યાર સુધીનો સૌથી સફળ બોલર રહ્યો છે. સિરાજે અત્યાર સુધી રમાયેલી 3 મેચમાં સૌથી વધુ વિકેટ લીધી છે. તેણે 13 વિકેટ લીધી છે, જ્યારે બીજા નંબરે જસપ્રીત બુમરાહ આવે છે, તેણે 12 વિકેટ લીધી છે. આ સીરીઝમાં બંને બોલરોએ 5 વિકેટ લીધી છે.









