Get The App

VIDEO : શિવભક્તિમાં ડૂબ્યો હાર્દિક પંડ્યા, દીકરા અને ભત્રીજા સાથે કર્યા ભજન-કીર્તન

Updated: Jul 19th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO : શિવભક્તિમાં ડૂબ્યો હાર્દિક પંડ્યા, દીકરા અને ભત્રીજા સાથે કર્યા ભજન-કીર્તન 1 - image


Image Source: Twitter

Hardik Pandya: ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં ક્રિકેટમાંથી વિરામ લઈને પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. હાર્દિકે IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરી હતી, જેમાં તે ત્રીજા સ્થાન પર રહી હતી. હાલમાં ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પ્રવાસે પાંચ મેચની ટેસ્ટ સીરિઝ રમવા માટે પહોંચી છે ત્યારે બીજી તરફ હાર્દિક પંડ્યા ક્રિકેટથી દૂર પોતાના પરિવાર સાથે શિવભક્તિમાં ડૂબ્યો છે. 

શિવભક્તિમાં ડૂબ્યો હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પોતાના આખા પરિવાર સાથે એક અનોખા અને ભક્તિમય અંદાજમાં જોવા મળી રહ્યો છે. 18 જુલાઈના રોજ  હાર્દિક પંડ્યાના મોટા ભાઈ કૃણાલ પંડ્યાના પુત્ર કવીરના ત્રીજા જન્મદિવસ પર ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં હાર્દિક પોતાના પુત્ર અગસ્ત્ય અને ભત્રીજા કવીર સાથે 'મહાદેવ-મહાદેવ' ભજન ગાઈ રહ્યો છે. 


હાર્દિક પંડ્યાનું કરિયર

હાર્દિક પંડ્યાએ અત્યાર સુધીમાં ભારત માટે 11 ટેસ્ટ, 94 વન-ડે અને 114 T20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો છે. આ સમય દરમિયાન તેણે 4248 રન બનાવ્યા છે અને પોતાની શાનદાર બોલિંગથી 202 વિકેટ ખેરવી છે.

આ પણ વાંચો: પહેલીવાર T20 વર્લ્ડકપ રમનાર ઈટાલીની ટીમમાં કોઈ ભારતીય તો કોઈ ઓસ્ટ્રેલિયન, જુઓ તેની પ્લેઈંગ 11

Tags :