Get The App

ટી20માં કેપ્ટન તરીકે સૂર્યકુમારના વધુ બે રેકોર્ડનો ઉદય થયો, દિગ્ગજોની ખાસ ક્લબમાં મારી એન્ટ્રી

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
ટી20માં કેપ્ટન તરીકે સૂર્યકુમારના વધુ બે રેકોર્ડનો ઉદય થયો, દિગ્ગજોની ખાસ ક્લબમાં મારી એન્ટ્રી 1 - image


Suryakumar Yadav: ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સૂર્યકુમારના વધુ બે રેકોર્ડનો ઉદય થયો છે. ટી20 વર્લ્ડ કપ 2026માં અમેરિકા સામેની મેચમાં સૂર્યકુમાર યાદવે માત્ર રન જ નથી બનાવ્યા, પરંતુ બે રેકોર્ડ બનાવી ખાસ ક્લબમાં એન્ટ્રી મારી દીધી છે.

 દિગ્ગજોની હરોળમાં સૂર્યા

ટી20 ઇન્ટરનેશનલમાં ભારતીય ટીમનું કેપ્ટન પદ સંભાળતા 1000 રનનો આંકડો પાર કરનાર સૂર્યકુમાર હવે ચોથા ભારતીય ખેલાડી બની ગયો છે.

કુલ રન (T20I કેપ્ટન તરીકે)

1: રોહિત શર્મા, 1905 રન

2: વિરાટ કોહલી, 1570 રન

3: એમ.એસ. ધોની, 1112 રન

4: સૂર્યકુમાર યાદવ, 1074 રન

ટી20 વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે પ્રથમ મેચ મહારેકોર્ડ

માત્ર રનનો પહાડ જ નહીં, પણ સૂર્યાએ કેપ્ટન તરીકે વર્લ્ડ કપમાં ડેબ્યૂમાં એક અનોખો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. ટી20 વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે પ્રથમ મેચમાં સૌથી મોટી ઇનિંગ રમવાના મામલે સૂર્યા હવે વિશ્વ ક્રિકેટમાં બીજા સ્થાને છે.

1: ક્રિસ ગેલ (88 રન): 2009માં ઓસ્ટ્રેલિયા સામે

2: સૂર્યકુમાર યાદવ (84 રન):* 2026માં અમેરિકા સામે

3: બાબર આઝમ (68 રન):* 2021માં ભારત સામે

T20 વર્લ્ડ કપમાં ભારતની વિજયી શરૂઆત

અમેરિકા સામે ભારતની શરૂઆત નબળી રહી હતી. જ્યાં અન્ય બેટ્સમેનો અમેરિકન બોલરો સામે રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યાં પોતાના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં સૂર્યાએ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી હતી. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 161 રન બનાવ્યા હતા. ભારતે USAને 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં USAની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર માત્ર 132 રન જ બનાવી શકી હતી.

સ્કોર કાર્ડ: 

ટીમ ઈન્ડિયા: 161-9(20)

અમેરિકા: 132-8(20)

*ભારતની 29 રને જીત

સૂર્યા કુમાર યાદવ, ઇનિંગ હાઈલાઈટ્સ:

-રન: 84 (અણનમ)

-બોલ: 49

-સ્ટ્રાઈક રેટ: 171.42

-બાઉન્ડ્રી: 10 ચોગ્ગા અને 4 ગગનચુંબી છગ્ગા

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપમાં પોતાના પહેલા મુકાબલામાં ભારતની ધમાકેદાર જીત, USAને 29 રનથી હરાવ્યું

ભારતની પ્લેઈંગ 11

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), ઈશાન કિશન, અભિષેક શર્મા, તિલક વર્મા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, વરૂણ ચક્રવર્તિ.

USAની પ્લેઈંગ 11

મોનાંક પટેલ (કેપ્ટન), એન્ડ્રિસ ગૌસ, સાઇતેજા એમ, મિલિંદ કુમાર, સંજય કૃષ્ણમૂર્તિ, શુભમ રંજને, હરમીત સિંહ, મોહમ્મદ મોહસિન, શૈડલી વાન શાલ્કવિક, અલી ખાન અને સૌરભ નેત્રવલકર.