Get The App

તો ભારત સામેની મેચ બોયકોટ કરવાનું સાચું કારણ આ હતું? નકવીએ ખુદ સૌની સામે જણાવ્યું

Updated: Feb 11th, 2026

GS TEAM

Google News
Google News
Mohsin Naqvi's real reason behind World Cup boycott threat:


Mohsin Naqvi's real reason behind World Cup boycott threat: T20 વર્લ્ડ કપમાં ભારત સામેના હાઈ-વોલ્ટેજ મુકાબલાના બહિષ્કારની ધમકી આપ્યા બાદ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીએ પોતાનું મૌન તોડ્યું છે. પેશાવરમાં પત્રકારો સાથે વાતચીત કરતા નકવીએ સ્પષ્ટતા કરી હતી કે, ભારત સામે મેચ ન રમવાની ચેતવણી પાછળ કોઈ રાજકીય કે વ્યક્તિગત એજન્ડા નહોતો, પરંતુ આ બધું બાંગ્લાદેશ સાથે થયેલા કથિત 'અન્યાય'ના વિરોધમાં કરવામાં આવ્યું હતું.

શું હતો સમગ્ર વિવાદ?

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ICC બોર્ડની વોટિંગ બાદ બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરી તેની જગ્યાએ સ્કોટલેન્ડને સામેલ કરવામાં આવ્યું. સુરક્ષાના કારણોસર બાંગ્લાદેશ સરકારે પોતાની ટીમને ભારત મોકલવાની મંજૂરી આપી નહોતી. આ મામલો ત્યારે વધુ ગરમાયો જ્યારે BCCI એ IPLમાંથી મુસ્તફિઝુર રહેમાનને હટાવ્યો. PCBએ આક્ષેપ કર્યો હતો કે ICC 'ડબલ સ્ટાન્ડર્ડ' અપનાવી રહ્યું છે અને બાંગ્લાદેશ સાથે નિષ્પક્ષ વ્યવહાર થયો નથી.

કેમ બદલાયો પાકિસ્તાનનો નિર્ણય?

મોહસિન નકવીના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનનો એકમાત્ર ઉદ્દેશ્ય બાંગ્લાદેશને સન્માન અપાવવાનો હતો. તેમણે કહ્યું કે, 'અમારી વાતચીતમાં બાંગ્લાદેશ સિવાય બીજો કોઈ મુદ્દો નહોતો. જ્યારે બાંગ્લાદેશની માંગણીઓ સ્વીકારવામાં આવી અને એ સ્વીકાર્યું કે તેમની સાથે અન્યાય થયો છે, ત્યારે પાકિસ્તાન સરકારે પોતાનો નિર્ણય બદલ્યો અને ભારત સામે મેચ રમવા માટે સહમતી દર્શાવી.'

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: પાકિસ્તાન સામેની મેચ અગાઉ વિસ્ફોટક બેટર હોસ્પિટલમાં દાખલ

ક્રિકેટના મેદાનમાં કૂટનીતિનો ખેલ

આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નિર્ણયો માત્ર રમત પર નહીં, પરંતુ સુરક્ષા, રાજકારણ અને કૂટનીતિ પર પણ આધારિત હોય છે. પાકિસ્તાન ભલે બાંગ્લાદેશના સમર્થનની વાત કરતું હોય, પરંતુ આ તણાવને કારણે વર્લ્ડ કપ પહેલા જ ભારે ચર્ચાઓ જાગી છે. જોકે, હવે રાહતની વાત એ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો નિર્ધારિત સમય પર જ યોજાશે.

તો ભારત સામેની મેચ બોયકોટ કરવાનું સાચું કારણ આ હતું? નકવીએ ખુદ સૌની સામે જણાવ્યું 2 - image