Get The App

કુઝનેત્સોવાએ તેના કરતાં 11 વર્ષ યુવા ખેલાડી બાર્ટીને હરાવીને અપસેટ સર્જ્યો

- હવે ફાઈનલમાં અમેરિકાની મેડિસન કિઝ સામે મુકાબલો થશે

- 34 વર્ષીય કુઝનેત્સોવા 2017 બાદ પહેલી મેજર ટુર્નામેન્ટની ફાઈનલ રમશે

Updated: Aug 18th, 2019

GS TEAM

Google News
Google News
કુઝનેત્સોવાએ તેના કરતાં 11 વર્ષ યુવા ખેલાડી બાર્ટીને હરાવીને અપસેટ સર્જ્યો 1 - image

સિનસિનાટી, તા.18 ઓગસ્ટ 2019, રવિવાર

રશિયાની ૩૪ વર્ષીય ટેનિસ સ્ટાર કુઝનેત્સોવાએ તેના કરતાં ૧૧ વર્ષ યુવા એવી વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર ઓસ્ટ્રેલિયાની એશ્લી બાર્ટીને સીધા સેટોમાં ૬-૨, ૬-૪થી હરાવીને સિનસિનાટી માસ્ટર્સ વિમેન્સ સિંગલ્સની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો.

હવે તેનો મુકાબલો અમેરિકાની ભૂતપૂર્વ યુએસ ઓપન ફાઈનલીસ્ટ એવી મેડિસન કીઝ સામે થશે. મેડિસન કીઝે અમેરિકાની યુવા ખેલાડી સોફિયા કેનિનને સીધા સેટોમાં ૭-૫, ૬-૪થી પરાસ્ત કરી હતી.

કુઝનેત્સોવાએ ૨૩ વર્ષીય બાર્ટી સામે મેળવેલા વિજયની સાથે રેકોર્ડ બુકમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતુ. આ સાથે તેણે ચાલુ સપ્તાહે ટોપ-૧૦માં સ્થાન ધરાવતી ત્રીજી ખેલાડીને હરાવી હતી. આ ઉપરાંત તેણે વર્ષ ૨૦૧૭ બાદ કારકિર્દીની ત્રીજી મેજર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. 

Tags :