Get The App

સાંસદ સાથે લગ્ન કરશે રિન્કુ સિંહ! સગાઈની તારીખ નક્કી, અગાઉ પણ જોડાયું હતું નામ

Updated: Jun 1st, 2025

GS TEAM


Google News
Google News
સાંસદ સાથે લગ્ન કરશે રિન્કુ સિંહ! સગાઈની તારીખ નક્કી, અગાઉ પણ જોડાયું હતું નામ 1 - image


Rinku Singh And MP Priya Saroj's Engagement Date Finalized: સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજ અને ક્રિકેટર રિન્કુ સિંહના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. બંને 18 નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાશે. લગ્ન પહેલા 8 જૂને બંનેની રિંગ સેરેમની લખનઉની એક હોટલમાં યોજાશે, જેમાં પરિવાર અને નજીકના સંબંધીઓ સામેલ થશે. 

તમને જણાવી દઈએ કે, આ વર્ષે જાન્યુઆરીમાં ક્રિકેટર રિન્કુ સિંહના સમાજવાદી પાર્ટીના સાંસદ સાથે લગ્ન નક્કી થયા હતા. બંનેની રોકા સેરેમની થઈ ચૂકી છે અને હવે તેઓ સગાઈ કરવા જઈ રહ્યા છે.

રિન્કુની મંગેતર મછલીશહર બેઠક પરથી સાંસદ છે

રિન્કુની મંગેતર સમાજવાદી પાર્ટીની સાંસદ પ્રિયા સરોજ છે. 26 વર્ષીય સરોજે સમાજવાદી પાર્ટીની ટિકિટ પર મછલીશહર બેઠક પરથી 2024ની લોકસભા ચૂંટણી જીતી હતી. તેણે બીપી સરોજને 35850 મતોના માર્જીનથી હરાવ્યા હતા. પ્રિયા સરોજનો જન્મ 23 નવેમ્બર 1998ના રોજ વારાણસીમાં થયો હતો.

આ પણ વાંચો: IPL ઈતિહાસના 5 મહારેકોર્ડ જે તૂટવા લગભગ અસંભવ! જેમાં 2 તો ફક્ત એક ખેલાડીના નામે

ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે પ્રિયાના પિતા સૂફાની સરોજ

પ્રિયાએ પોતાની સ્કૂલની શિક્ષા નવી દિલ્હી સ્થિત એરફોર્સ ગોલ્ડન જ્યુબિલી ઈન્સ્ટિટ્યૂટમાંથી પૂર્ણ કરી છે. ત્યારબાદ તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યાર પછી તેણે નોઈડાની એમિટી યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી મેળવી. પ્રિયા સરોજના પિતા તૂફાની સરોજ પણ ત્રણ વખત લોકસભા સાંસદ રહી ચૂક્યા છે. તૂફાની સરોજ હાલમાં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર કેરાકટ બેઠક પરથી ધારાસભ્ય છે.

સહેલી દ્વારા રિન્કુ સાથે પ્રથમ મુલાકાત

તમને જણાવી દઈએ કે, પ્રિયા સરોજની એક સહેલીના પિતા એક ક્રિકેટર છે જે રિન્કુને જાણે છે. સહેલીના પિતાએ જ પ્રિયાની રિન્કુ સાથે મુલાકાત કરાવી હતી. પ્રિયા સરોજ ભારતની સૌથી નાની વયની મહિલા સાંસદ છે. જ્યારે પ્રિયા લોકસભામાં ચૂંટાઈ આવી હતી ત્યારે તેની ઉંમર 25 વર્ષ, 6 મહિના અને 12 દિવસની હતી.

Tags :