Get The App

'નો હેન્ડશેક વિવાદ' વચ્ચે સૂર્યાએ પાકિસ્તાનને ફરી તેવર બતાવ્યાં, ઓમાનના ખેલાડીઓને ગળે ભેટ્યો

Updated: Sep 20th, 2025

GS TEAM

Google News
Google News
'નો હેન્ડશેક વિવાદ' વચ્ચે સૂર્યાએ પાકિસ્તાનને ફરી તેવર બતાવ્યાં, ઓમાનના ખેલાડીઓને ગળે ભેટ્યો 1 - image


Asia Cup 2025: એશિયા કપ 2025માં શુક્રવારે (19મી સપ્ટેમ્બર) ઓમાન પર વિજય મેળવ્યા બાદ ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ફરી એકવાર પાકિસ્તાન પર નિશાન સાધ્યું અને મેચ પછીની પ્રેઝન્ટેશનમાં તેમને સંપૂર્ણપણે અવગણ્યા. ભારતે આ મેચમાં ઓમાનને 21 રનથી હરાવીને સુપર 4માં પ્રવેશ કર્યો. ભારતે યુએઈ, પાકિસ્તાન અને ઓમાન પર સતત જીત મેળવીને ગ્રુપ Aમાં ટોચનું સ્થાન મેળવ્યું. રવિવારે (21મી સપ્ટેમ્બર) દુબઈમાં સુપર 4માં ભારત ફરી એકવાર પાકિસ્તાનનો સામનો કરશે.

સૂર્યાએ ઓમાનના ખેલાડીઓને ગળે લગાવ્યા

પાકિસ્તાન સામેની મેચ દરમિયાન 'નો હેન્ડશેક વિવાદ'  ચર્ચામાં આવ્યો હતો, જેમાં ભારતીય ટીમના ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઈનકાર કર્યો હતો. જો કે, ઓમાન સામેની મેચ પછી ભારતીય ખેલાડીઓએ સાથે મળીને ખૂબ મજા કરી. સૂર્યકુમાર યાદવે ઓમાનના બેટરોની પ્રશંસા કરી અને તેમને ગળે પણ લગાવ્યા હતા.



ભારતીય ટીમના ખેલાડીઓ ઓમાનના ખેલાડીઓને ક્રિકેટ ટિપ્સ આપતા પણ જોવા મળ્યા હતા. આ જોઈને સોશિયલ મીડિયા પર લોકો પાકિસ્તાનની મજાક ઉડાવી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાનનો બહિષ્કાર કર્યો છે અને દરેક બીજી મેચમાં ખેલદિલીનું પ્રદર્શન કરી રહ્યા છે.

આ પણ વાંચો: અર્શદીપે T20Iમાં 100 વિકેટો ઝડપી અનેક રેકોર્ડ ધ્વસ્ત કર્યા, છેલ્લી વિકેટ માટે 8 મહિના રાહ જોઈ

ઓમાનના બેટરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું

ભારત અને ઓમાન વચ્ચેની મેચની વાત કરીએ તો ભારતીય ટીમે ઓમાન માટે 189 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવ બેટિંગ કરવા ઉતર્યો ન હતો. જોકે, ઓમાનના બેટરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને એક સમયે ભારતીય બોલરો માટે મુશ્કેલીઓ ઊભી કરી. મેચ 20મી ઓવર સુધી ચાલી ગઈ. ઓમાન 21 રનથી હારી ગયું હોવા છતાં, તેમણે જુસ્સો બતાવ્યો. હવે, ભારતીય ટીમનો આગામી મુકાબલો 21મી સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે છે.

Tags :