IPL 2025: સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઇટ રાઇડર્સને 110 રનનથી હરાવ્યું, ક્લાસેન-ટ્રેવિસની શાનદાર બેટિંગ
Sunrisers Hyderabad won : SRH vs KKR: સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હીમાં રમાયેલી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 110 રનથી હરાવ્યું છે. હૈદરાબાદે બંપર જીત સાથે સીઝનમાં સફર પૂર્ણ કરી છે. હાલ હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં 13 પોઈન્ટ સાથે 6 નંબર પર છે.
સનરાઇઝર્સ હૈદરાબાદની 110 રને જીત
હેનરિક ક્લાસેનની તોફાની સદી અને ટ્રેવિસ હેડની ઝડપી અડધી સદી બાદ હર્ષ દુબે, જયદેવ ઉનડકટ અને ઈશાન મલિંગાની બોલિંગ સામે કોલકાતા નાઈટ રાઈડર્સને હારનો સામનો કરવો પડ્યો. હૈદરાબાદે આ મેચ 110 રનથી જીતી લીધી. ઉનડકટે ચાર ઓવરમાં 24 રન આપીને ત્રણ વિકેટ લીધી. જ્યારે હર્ષે ચાર ઓવરમાં 34 રન આપીને ત્રણ વિકેટ લીધી.
જ્યારે મલિંગાએ 3.3 ઓવરમાં 31 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. કોલકાતા તરફથી મનીષ પાંડેએ સૌથી વધુ 37 રન બનાવ્યા. તેણે 23 બોલમાં 37 રનની ઇનિંગ રમી. હર્ષિત રાણાએ 34 રન બનાવ્યા. હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા કોલકાતાને 279 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ કોલકાતા 18.4 ઓવરમાં 168 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ.