For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુનીલ નારાયણે T20 ક્રિકેટમાં મેળવી મોટી સિદ્ધિ, આવું કરનાર બન્યો બીજો સ્પિનર

ડ્વેન બ્રાવો એકમાત્ર એવો બોલર છે જેણે 600થી વધુ વિકેટ પોતાના નામે કરી છે

Updated: Jun 8th, 2023

સુનીલ નારાયણે T20 ક્રિકેટમાં મેળવી મોટી સિદ્ધિ, આવું કરનાર બન્યો બીજો સ્પિનર
Image:Twitter

વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ સ્પિનર ​​સુનીલ નારાયણે T20 ક્રિકેટમાં 500 વિકેટ પૂરી કરીને શાનદાર રેકોર્ડ બનાવ્યો છે. આમ કરનાર તે બીજો સ્પિનર ​​અને ત્રીજો બોલર બની ગયો છે. તેના પહેલા વેસ્ટ ઇન્ડિઝના જ  ડ્વેન બ્રાવો અને અફઘાનિસ્તાનના રાશિદ ખાને T20 ફોર્મેટમાં આ કારનામું કર્યું છે. T20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ બ્રાવોના નામે છે જેણે આ ફોર્મેટમાં 615 વિકેટ લીધી છે.

સુનીલ નારાયણ T20 બ્લાસ્ટ લીગ રમી રહ્યો છે

સુનીલ નારાયણે આ સિદ્ધિ ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા T20 બ્લાસ્ટ દરમિયાન મેળવી હતી. સુનીલ નારાયણ આ લીગમાં સરે તરફથી રમી રહ્યો છે. ગઈકાલે ગ્લેમોર્ગન સામેની મેચમાં તેણે એક વિકેટ લઈને આ મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. કોલિન ઇન્ગ્રામ નારાયણનો 500મો શિકાર બન્યો હતો.

ડ્વેન બ્રાવો લિસ્ટમાં ટોપ પર

T20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ-5 બોલરોની લિસ્ટમાં ડ્વેન બ્રાવો, રાશિદ ખાન અને સુનીલ નારાયણ સિવાય ઈમરાન તાહિર અને શાકિબ અલ હસનનું નામ પણ છે. આ બંને સ્પિનરોના નામે 400થી વધુ વિકેટ છે.  ડ્વેન બ્રાવો આ લિસ્ટમાં એકમાત્ર એવો બોલર છે જેણે 600થી વધુ વિકેટ પોતાના નામે કરી છે.

T20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર

ડ્વેન બ્રાવો - 615

રાશિદ ખાન - 555

સુનીલ નારાયણ - 500*

ઈમરાન તાહિર - 469

શાકિબ અલ હસન - 451

Gujarat