ઈંગ્લેન્ડની આ હરકત સામે ભડક્યા ગાવસ્કર, ગાંગુલીને કહ્યું - નિયમ જ બદલી નાખવો જોઈએ
Images Sourse: IANS |
India vs England 3rd Test: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025નો ત્રીજો મુકાબલો લંડનના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. 12મી જુલાઈએ આ મુકાબલાનો ત્રીજા દિવસે ભારતીય ટીમ ઈન્ડિયાની પહેલી ઈનિંગ 387ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. આ દરમિયાન પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે ઈંગ્લેન્ડની ફિલ્ડિંગ વ્યૂહનીતિ પર સવાલ ઉઠાવ્યા છે. કારણ કે, ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે શોર્ટ બોલ વ્યૂહનીતિ અપનાવીને સાત ફિલ્ડરોને લેગ સાઈડ પર રાખ્યા. આમાંથી ચાર ખેલાડીઓ બાઉન્ડ્રી પાસે ઊભા હતા.
સુનીલ ગાવસ્કરે ICC પાસે માંગ કરી
ઈંગ્લેન્ડની ટીમે ભારતીય વિકેટકીપર બેટર રિષભ પંતને આઉટ કરવા માટે આ વ્યૂહનીતિ અપનાવી. આ મામલે સુનીલ ગાવસ્કરે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) પાસે માંગ કરી છે કે, 'ફિલ્ડિંગ અંગે નિયમો બનાવવામાં આવે.'
કોમેન્ટ્રી દરમિયાન સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે, 'ઈંગ્લેન્ડે સાત ફિલ્ડરો લેગ સાઈડ પર ઊભા રાખ્યા છે. તેમાંથી ચાર બાઉન્ડ્રી પર છે. આ યોગ્ય નથી. આ કેવા પ્રકારનું ક્રિકેટ છે? ICCએ આ અંગે નિયમો બનાવવા જોઈએ.'
ICC ટેકનિકલ કમિટીના વડા સૌરવ ગાંગુલીને આ અંગે કાર્યવાહી કરવા અંગે સુનીલ ગાવસ્કરે જણાવ્યું કે, 'જો તે (સૌરવ ગાંગુલી) સાંભળી રહ્યા હોય તો તેમણે આ અંગે નિયમો બનાવવા જોઈએ. લેગ સાઈડ પર મહત્તમ ફિલ્ડરોની સંખ્યા પર મર્યાદા હોવી જોઈએ. નોંધનીય છે કે, ઈગ્લેન્ડે ભારત સામે અત્યાર સુધી રમાયેલી ત્રણેય ટેસ્ટમાં શોર્ટ બોલ રમવાની અને લેગ સાઈડ પર મહત્તમ સંખ્યામાં ફિલ્ડરો મૂકવાની વ્યૂહનીતિ અપનાવી છે. જો કે, ઈગ્લેન્ડે આનો બહુ ફાયદો મળ્યો નથી. પરંતુ જ્યારે વિકેટ લેવામાં આવતી નથી, ત્યારે યજમાન ટીમ આ વ્યૂહનીતિ અપનાવે છે.
પાંચ મેચની ટેસ્ટ સીરિઝ ભારત-ઈંગ્લેન્ડ 1-1ની બરાબરી પર
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની આ ટેસ્ટ સીરિઝ હાલ 1-1ની બરાબરી પર છે. ટેસ્ટ સીરિઝનો પહેલો મુકાબલો લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહ્યો હતો, જેમાં ઈંગ્લેન્ડે 5 વિકેટથી જીત મળી હતી. પછી બર્મિઘમના એજબેસ્ટન મેદાન પર મુકાબલામાં ભારતીય ટીમે 336 રનોથી શાનદાર જીત મેળવી. હવે આ મુકાબલો બંને ટીમો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
ભારતીય ટીમની પહેલી ઈનિંગમાં સ્ટાર બેટર યશસ્વી જાયસ્વાલ (13 રન) કંઈ ખાસ ન કરી શક્યા અને બીજી ઓવરમાં જોફ્રા આર્ચરનો શિકાર બન્યા. કરૂણ નાયરે પણ સેટ થયા બાદ પોતાની વિકેટ ગુમાવી. કરૂણે 62 બોલ પર 40 રન બનાવ્યા, જેમાં ચાર ચોગ્ગા સામેલ રહ્યા. ત્યારે, કેપ્ટન શુભમન ગિલ 16 રન બનાવીને ક્રિસ વોક્સના બોલ પર આઉટ થઈ ગયા. ત્યારબાદ કેએલ રાહુલે સદી ફટકારી પરંતુ તેઓ 100 રન બનાવીને આઉટ થઈ ગઈ. ત્યારબાદ જાડેજાએ 72 રનોની ઈનિંગ રમી અને ભારતીય ટીમ 387ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી.