Sports

IND vs ENG: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11માં આ ખેલાડીને નહીં મળે જગ્યા! ગિલના જવાબથી મળ્યા સંકેત

By GS TEAM
8 Jul 20252 mins read
TukuTouch Logo
લીડ્સમાં ઈંગ્લેન્ડ સામે લગભગ જીતેલી મેચ હાર્યા બાદ ભારતીય ટીમની વ્યૂહનીતિ પર ઘણાં સવાલો ઊભા થયા હતા. શું મેચ વિજેતા કુલદીપ યાદવને ફક્ત પાણી આપવા માટે ઇંગ્લેન્ડ લઈ જવામાં આવ્યો હતો? એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે આ મેચ વિજેતાને એજબેસ્ટન ખાતેની બીજી ટેસ્ટ મેચમાં રમવા માટે મોકલવામાં આવશે. પરંતુ ટોસ દરમિયાન જાણવા મળ્યું કે તે સતત બીજી મેચ માટે પ્લેઈંગ ઇલેવનમાંથી બહાર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

IND vs ENG: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11માં આ ખેલાડીને નહીં મળે જગ્યા! ગિલના જવાબથી મળ્યા સંકેત

IND vs ENG: લીડ્સમાં ઈંગ્લેન્ડ સામે લગભગ જીતેલી મેચ હાર્યા બાદ ભારતીય ટીમની વ્યૂહનીતિ પર ઘણાં સવાલો ઊભા થયા હતા. શું મેચ વિજેતા કુલદીપ યાદવને ફક્ત પાણી આપવા માટે ઇંગ્લેન્ડ લઈ જવામાં આવ્યો હતો? એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે આ મેચ વિજેતાને એજબેસ્ટન ખાતેની બીજી ટેસ્ટ મેચમાં રમવા માટે મોકલવામાં આવશે. પરંતુ ટોસ દરમિયાન જાણવા મળ્યું કે તે સતત બીજી મેચ માટે પ્લેઈંગ ઇલેવનમાંથી બહાર છે.

શુભમન ગિલે શું આપ્યા સંકેત

ભારતીય કેપ્ટન શુભમન ગિલના મતે કુલદીપ યાદવ જેવા વિકેટ લેનારા સ્પિનરને પ્લેઈંગ ઈલેવનમાં રાખવા માંગે છે, પરંતુ લીડ્સમાં નીચલા ક્રમના બે ખેલાડી સસ્તામાં આઉટ થયા પછી બેટિંગમાં ઊંડાણ લાવવા માટે વોશિંગ્ટન સુંદરને તેના સ્થાને પસંદ કરવામાં આવ્યો.

આ પણ વાંચો: ગુજરાતમાં મેડિકલ કોલેજોના ઈન્સ્પેક્શનમાં લાંચ-ગેરરીતિની ફરિયાદો, નવા પ્રવેશ પર પ્રતિબંધ

વોશિંગ્ટનને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવાનો વિવાદાસ્પદ નિર્ણય અસરકારક સાબિત થયો, કારણ કે ઓલરાઉન્ડરે બેટ અને બોલ બંનેમાં યોગદાન આપ્યું હતું. ભારત લોર્ડ્સ ટેસ્ટમાં પણ આ જ વ્યૂહનીતિ સાથે જશે. 

પાંચ મેચની સીરિઝની બીજી ટેસ્ટમાં જીત સાથે વાપસી કર્યા બાદ શુભમન ગિલે કહ્યું કે,'જ્યારે તમારી પાસે કુલદીપ જેવો બોલર હોય છે, ત્યારે તે ખૂબ જ આકર્ષક હોય છે. હું વોશિંગ્ટનને રમાડવા માંગતો હતો કારણ કે તેની હાજરી બેટિંગને મજબૂત બનાવે છે. મને લાગે છે કે મારી અને વોશિંગ્ટન વચ્ચેની ભાગીદારી ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ. જો આ ભાગીદારી ન થઈ હોત, તો કદાચ આપણી લીડ 70-80-90 રનની હોત.'

ભારતની બર્મિંઘમમાં ઐતિહાસિક જીત

બીજી ટેસ્ટ પહેલા ભારતના પક્ષમાં આંકડા નહોતા, કારણ કે તેણે એજબેસ્ટનમાં રમાયેલી આઠ મેચોમાં ક્યારેય ટેસ્ટ નહોતી જીતી. વાસ્તવમાં 1962 પછી પહેલી 18 ટેસ્ટમાં કોઈ પણ એશિયન ટીમ બર્મિંઘમમાં જીતી નહોતી શકી. શુભમન ગિલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો, કારણ કે તેણે 269 અને 161 રન બનાવ્યા હતા, જે કોઈ પણ ભારતીય બેટ્સમેન દ્વારા ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન હતા. મોહમ્મદ સિરાજે પણ પ્રથમ ઈનિંગમાં છ વિકેટ લીધી હતી. ભારત 10મી જુલાઈ, ગુરુવારથી શરૂ થતી લોર્ડ્સ ટેસ્ટમાં 2-1ની લીડ મેળવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.