Sports

સ્ટાર ખેલાડીનું ડેબ્યૂ, સુંદરને પણ મળી શકે મોકો! બીજી ટેસ્ટ મેચમાં આવી હોઈ શકે ભારતની પ્લેઈંગ-11

By GS TEAM
28 Jun 20252 mins read
TukuTouch Logo
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝનો બીજો મુકાબલો 2 જુલાઈથી બર્મિંઘમના એજબેસ્ટનમાં રમાશે. લીડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયા હારી ગઈ હતી. હવે ટીમ ઈન્ડિયાને બીજી ટેસ્ટ જીતવી ખૂબ જ જરૂરી છે. જોકે, એ હવે સરળ નહીં રહે, કારણ કે ટીમના સૌથી મહત્વપૂર્ણ ઝડપી બોલર જસપ્રીત બુમરાહ બીજી ટેસ્ટ નહીં રમે તેવી અટકળો ચાલી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્ટાર ખેલાડીનું ડેબ્યૂ, સુંદરને પણ મળી શકે મોકો! બીજી ટેસ્ટ મેચમાં આવી હોઈ શકે ભારતની પ્લેઈંગ-11
Image Source : IANS 

India Playing 11: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝનો બીજો મુકાબલો 2 જુલાઈથી બર્મિંઘમના એજબેસ્ટનમાં રમાશે. લીડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયા હારી ગઈ હતી. હવે ટીમ ઈન્ડિયાને બીજી ટેસ્ટ જીતવી ખૂબ જ જરૂરી છે. જોકે, એ હવે સરળ નહીં રહે, કારણ કે ટીમના સૌથી મહlત્ત્વપૂર્ણ ઝડપી બોલર જસપ્રીત બુમરાહ બીજી ટેસ્ટ નહીં રમે તેવી અટકળો ચાલી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, વર્કલોડને ધ્યાનમાં રાખીને જસપ્રીત બુમરાહ બીજી ટેસ્ટ મેચ નહીં રમે. ભારત માટે આ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. એવા રિપોર્ટ્સ મળ્યા છે કે ઇંગ્લેન્ડ એજબેસ્ટનમાં ઝડપી બોલરોને મદદરૂપ પિચ તૈયાર કરી શકે છે. કારણ કે, અહીંના મેદાનમાં સરળ રીતે રન બની જાય છે.

આ પણ વાંચો :'હવે કોઈ બહાનું નહીં ચાલે...', ભારતીય ટીમની હાર બાદ કોણે ગૌતમ ગંભીરને આપી ચેતવણી?

Image Source : IANS 

અર્શદીપ સિંહનો ડેબ્યૂ?

સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો જસપ્રીત બુમરાહ નહીં રમે તો તેમની જગ્યા કોણ લેશે? ટીમમાં આકાશદીપ અને અર્શદીપ સિંહ પણ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે લેફ્ટ આર્મ ઝડપી બોલર અર્શદીપ સિંહ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરી શકે છે. અર્શદીપે ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમી નથી, પણ  તે ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી ચૂક્યો છે.

Image Source : IANS 

વાશિંગ્ટન સુંદરને પણ મળશે મોકો

એવા રિપોર્ટ્સ પણ છે કે બોર્ડે બીજા ટેસ્ટ મેચમાં શાર્દુલ ઠાકુરની જગ્યા વાશિંગ્ટન સુંદરને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી શકે છે. જોકે, ટીમમાં સ્પિનર કુલદીપ યાદવ પણ હાજર છે, પણ સુંદર ઑફ સ્પિનર હોવા સાથે સારી બેટિંગ પણ કરે છે. એવામાં તે આ મેચમાં રમે તેવી સંભાવના છે.

બીજી ટેસ્ટ માટે આવી હોય શકે ભારતની પ્લેઇંગ ઇલેવન

• યશસ્વી જાયસવાલ  

• કે.એલ. રાહુલ  

• સાઇ સુદર્શન  

• શુભમન ગિલ (કેપ્ટન)  

• ઋષભ પંત (વિકેટકીપર)  

• કરુણ નાયર  

• રવીન્દ્ર જાડેજા  

• શાર્દુલ ઠાકુર/વાશિંગ્ટન સુંદર  

• અર્શદીપ સિંહ/જસપ્રીત બુમરાહ  

• મોહમ્મદ સિરાજ  

• પ્રસિદ્ધ કૃષ્ણા