IPL 2025માં આજે રોમાંચનો ડબલ ડોઝ, MI vs CSK અને RR vs SRH ની જાણો પ્લેઈંગ 11
SRH vs RR CSK vs MI Playing XI: IPL 2025ની બીજી અને ત્રીજી મેચ આજે રમાશે. એક મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ અને બીજી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ રમશે. બંને મેચમાં રસાકસીભર્યો માહોલ જોવા મળી શકે છે, કારણકે ચારેય ટીમ પાસે એક જ મોટો હિટર છે. આવો જાણીએ આજની બે મેચના પ્લેઈંગ ઈલેવન કોણ રહેશે?
સનરાઈઝર્સ હૈદરાબાદની સંભવિત પ્લેઈંગ ઈલેવન
સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો તેનો દરેક ખેલાડી ફિટ છે. જોકે છ અને સાતમાં નંબર પર બેટિંગ ચિંતાનું કારણ બની રહેશે. તેમની પાસે પૂરતી બોલિંગ છે. સ્પિનરમાં એડમ ઝમ્પા અને રાહુલ ચાહર છે. પેસ બોલિંગમાં કેપ્ટન પેટ કમિન્સ, મોહમ્મદ શમી અને હર્ષલ પટેલ છે. બેટિંગમાં અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન, નીતીશ રેડ્ડી અને હેનરિક ક્લાસેનનો સમાવેશ થશે.
પ્લેઈંગ ઈલેવનઃ અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન, નીતિશ રેડ્ડી, હેનરિક ક્લાસેન, અભિનવ મનોહર, પેટ કમિન્સ, હર્ષલ પટેલ, એડમ ઝમ્પા, મોહમ્મદ શમી અને રાહુલ ચાહર.
રાજસ્થાન રોયલ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રાજસ્થાન રોયલ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન વિશે વાત કરીએ તો કેપ્ટન સંજુ સેમસન ફિટ ન હોવાથી પહેલી મેચ માટે રિયાન પરાગને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સંજુ માત્ર બેટ્સમેન તરીકે જ રમી શકશે. જો પ્રથમ બેટિંગ આવશે તો સેમસન પ્લેઈંગ ઈલેવનમાં હશે. બોલિંગ આવશે તો સેમસન બહાર થઈ જશે. બાદમાં બેટિંગ કરવા આવશે. RRનો બેટિંગ ઓર્ડર પણ સેટ છે. રાજસ્થાન રોયલ્સ પાસે બોલિંગમાં પણ ઘણા વિકલ્પો છે.
પ્લેઈંગ ઈલેવનઃ યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન/સંદીપ શર્મા, નીતિશ રાણા, રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, શુભમ દુબે, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, તુષાર દેશપાંડે અને ફઝલહક ફારૂકી.
ચેન્નઈ સુપર કિંગ્સની સંભવિત પ્લેઈંગ 11
ચેન્નઈ સુપર કિંગ્સ અસમંજસમાં છે કે, તે રચિનને રમાડશે કે પછી ડેવોન કોનવેને મેદાનમાં ઉતારશે. જોકે રચિનને શરૂઆતમાં તક મળશે. આ સિવાય બેટિંગ ઓર્ડર પહેલા જેવો જ છે. સ્પિનર અશ્વિન અને નૂર અહેમદ રહેશે. ખલીલ અહેમદ અને મથિશા પાથિરાના સિવાય સેમ કુરાન પેસ બોલિંગમાં સપોર્ટ કરશે.
પ્લેઈંગ ઈલેવનઃ ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, શિવમ દુબે, સેમ કુરાન, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, ખલીલ અહેમદ, મથિશા પાથિરાના અને નૂર અહેમદ.
મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન
મુંબઈ ઈન્ડિયન્સમાં એક મેચ માટે પ્રતિબંધને કારણે કેપ્ટન હાર્દિક પંડ્યા પહેલી મેચ રમશે નહીં.આ મેચમાં સૂર્યાકુમાર કેપ્ટન રહેશે. ઓપનર તરીકે રોહિત શર્મા સાથે રેયાન રિકલ્ટન હોઈ શકે છે, જ્યારે તિલક ત્રીજા નંબરે અને સૂર્યા ચોથા નંબરે બેટિંગ કરવા ઉતરશે. નમન ધીર પાંચમાં, રોબિન મુંજ છઠ્ઠા અને મિશેલ સેન્ટનર સાતમા ક્રમે રહેશે. ટીમને માત્ર ત્રણ પેસરની જરૂર છે. અર્જુન તેંડુલકરની જગ્યાએ કર્ણ શર્મા રમી શકે છે.
પ્લેઈંગ ઈલેવનઃ રોહિત શર્મા, રેયાન રિકલ્ટન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), નમન ધીર, રોબિન મિન્ઝ (વિકેટકીપર), મિશેલ સેન્ટનર, કોર્બીન બોશ, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ અને અર્જુન તેંડુલકર/કર્ણ શર્મા.