Get The App

6,6,6,6,6,6..., અભિષેક શર્માનું તોફાન! SRHની પ્રેક્ટિસ મેચમાં માત્ર 42 બોલમાં 94 રન ફટકાર્યા

Updated: Mar 22nd, 2026

GS TEAM

Google News
Google News
6,6,6,6,6,6..., અભિષેક શર્માનું તોફાન! SRHની પ્રેક્ટિસ મેચમાં માત્ર 42 બોલમાં 94 રન ફટકાર્યા 1 - image

SRH Practice Match Scorecard: ટી20 વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શન કરનાર અભિષેક શર્માનું ફોર્મ IPL 2026 શરૂ થતા પહેલા જ પરત આવી ગયું છે. 21 માર્ચના રોજ સનરાઈઝર્સ ટીમના ખેલાડીઓ વચ્ચે ઈન્ટ્રાસ્ક્વોડ (આંતરિક) મેચ રમાઈ હતી, જેમાં અભિષેક શર્માએ 94 રનની તોફાની ઈનિંગ રમી હતી. અભિષેકનું ટી20 વર્લ્ડ કપમાં પ્રદર્શન ખાસ રહ્યું ન હતું, પરંતુ IPL 2026 પહેલા તે શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. પ્રેક્ટિસ મેચમાં તેણે પોતાની ઈનિંગ દરમિયાન 8 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા.

'SRH A' અને 'SRH B' બંનેમાં બેટિંગ

'SRH A' ટીમ તરફથી રમતા અભિષેક શર્માએ લગભગ 224ના તોફાની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા માત્ર 42 બોલમાં 94 રન બનાવ્યા હતા. તે પોતાની ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યો હતો. આ એક સિમ્યુલેશન મેચ હોવાથી, અભિષેક 'SRH B' માટે પણ બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ આ વખતે તે 4 બોલમાં માત્ર 12 રન જ બનાવી શક્યો હતો. જ્યાં SRH A માટે અભિષેકે 94 રન કર્યા, ત્યાં બીજી તરફ SRH B માટે ઈશાન કિશને મેદાન ગજવ્યું હતું. ઈશાને માત્ર 25 બોલમાં 72 રનની વિસ્ફોટક ઈનિંગ રમીને બધાને પ્રભાવિત કર્યા હતા.

વર્લ્ડ કપમાં પ્રદર્શન અને ફાઈનલની  ફિફ્ટી

ટી20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં અભિષેક શર્માનું એકંદર પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. 8 ઇનિંગ્સમાં તે માત્ર 141 રન જ બનાવી શક્યો હતો, પરંતુ સારી વાત એ રહી કે તેણે એક શાનદાર ઈનિંગ સાથે વર્લ્ડ કપને વિદાય આપી હતી. ન્યૂઝીલેન્ડ સામેની ફાઈનલ મેચમાં તેણે 21 બોલમાં 52 રનની વિસ્ફોટક ઈનિંગ રમીને ભારતની 96 રનથી મળેલી રેકોર્ડ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો: IPL 2026: CSK માટે શું ધોનીની જગ્યાએ સંજુ સેમસન કરશે વિકેટકીપિંગ? રવિચંદ્રન અશ્વિને આપ્યા મોટા સંકેત

SRHની પ્રથમ મેચ ક્યારે?

IPL 2026ની શરૂઆત 28 માર્ચથી થશે અને ટૂર્નામેન્ટની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાશે. RCB ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને સનરાઈઝર્સ હૈદરાબાદ તેને હરાવીને પોતાના અભિયાનની ધમાકેદાર શરૂઆત કરવા પ્રયત્ન કરશે. બીજી તરફ સનરાઈઝર્સ હૈદરાબાદ માટે એક ખરાબ સમાચાર પણ છે, કારણ કે ટીમના નિયમિત કેપ્ટન પેટ કમિન્સ ઈજાના કારણે શરૂઆતની મેચોમાં રમી શકશે નહીં. તેમની ગેરહાજરીમાં કેટલીક મેચોમાં ઈશાન કિશન ટીમની કપ્તાની કરતો જોવા મળી શકે છે.