એશિયા કપ પહેલા તિલક વર્મા બન્યા કેપ્ટન, કેએલ રાહુલ અને વોશિંગ્ટન સુંદરનું પત્તુ કપાયુ, જુઓ આખું શેડ્યૂલ
Duleep Trophy Squads: દુલિપ ટ્રોફી માટે સાઉથ ઝોનને તેમની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમના કેપ્ટન તિલક વર્માને મળી છે. જણાવી દઈએકે તિલક વર્માને એશિયા કપ માટે પણ પસંદ કરવામાં આવ્યો છે. ટીમમાં દેવદત્ત પડિક્ક્લ, સાઈ કિશોર જેવા નામી ખેલાડીઓને સ્થાન મળ્યું છે. પણ સાઉથ ઝોનના સિલેક્ટર્સે BCCIના વિરુદ્ધ જઇને ટીમની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે BCCIએ બધા જ રાજ્ય સંઘોને એક ખાસ મેલ મોકલ્યો હતો. જેમાં બોર્ડે કરારબદ્ધ ખેલાડીઓને ટીમમાં સામેલ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે સાઉથ ઝોને BCCIના આ નિર્ણયનું ઉલ્લંઘન કરીને કેએલ રાહુલ, વોશિંગટન સુંદર અને મોહમ્મદ સિરાજને પણ ટીમમાં સ્થાન નથી આપ્યું.
આ પણ વાંચો: SA20: અન્ય દેશમાં રમશે ભારતના 13 ખેલાડી, પિયુષ ચાવલાની બેઝ પ્રાઈસ સૌથી વધુ
BCCIએ એક મહિના પહેલા જ દરેક રાજ્યના ક્રિકેટ સંઘોને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં આવનાર ખેલાડીઓની પસંદગી માટે સલાહ આપી હતી, પણ સાઉથ ઝોને તેની વિરુદ્ધ જઇને ટીમ સિલેક્શન નિર્ણય લીધો. તિલક વર્મા એમ માત્ર બેટર છે જેની પાસે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ છે. સૂત્રોના અનુસાર સાઉથ ઝોનના અધિકારીઓનું કહેવું છે કે ઝોનની ટીમની પસંદગીમાં નેશનલ સિલેક્ટર્સની કોઈ ભૂમિકા ન હોવી જોઈએ. અધિકારીઓનું એવું પણ કહેવું છે કે સ્ટાર ખેલાડી ક્યારેક પણ ઈન્ડિયા A ટીમમાં આવીને રમી શકે છે, પણ દુલિપ ટ્રોફીને એવી રીતે જોવામાં આવે કે, જેના માધ્યમે ખેલાડી રણજી ટ્રોફી રમી શકે.
કયા રાજ્યના કેટલા ખેલાડી?
સાઉથ ઝોનની ટીમમાં કેરળના ચાર ખેલાડી, હૈદરાબાદથી 3 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. ત્યારે આંધ્રપ્રદેશ. તમિલનાડુ અને કર્ણાટકના બે-બે ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. પુડ્ડુચેરી અને ગોવાથી એક-એક ખેલાડીને સાઉથ ઝોનની ટીમમાં જગ્યા મળી છે.
સાઉથ ઝોનની ટીમ
તિલક વર્મા (કેપ્ટન), મોહમ્મદ અઝહરુદ્દીન(વાઇસ કેપ્ટન, વિકેટકીપર), તન્મય અગ્રવાલ, દેવદત્ત પડિક્ક્લ, મોહિત કાલે, સલમાન નિજાર, એન જગદીસન(વિકેટકીપર), ટી વિજય, આર સાઈ કિશોર, તનય ત્યાગરાજન, વિશક વિજયકુમાર, એમડી નિધીશ, રિકી ભુઇ, બાસિલ એનપી, ગુરજાપનીત સિંહ અને સ્નેહલ કૌથંકર.