Get The App

SA20: અન્ય દેશમાં રમશે ભારતના 13 ખેલાડી, પિયુષ ચાવલાની બેઝ પ્રાઈસ સૌથી વધુ

Updated: Aug 23rd, 2025

GS TEAM

Google News
Google News
SA20: અન્ય દેશમાં રમશે ભારતના 13 ખેલાડી, પિયુષ ચાવલાની બેઝ પ્રાઈસ સૌથી વધુ 1 - image
Image Source: IANS 

SA20 : સાઉથ આફ્રિકાની SA20નું ઓક્શન 9 સપ્ટેમ્બરે થશે. આ ટુર્નામેન્ટમાં BCCIના નિયમ હેઠળ 13 ભારતીય ખેલાડીઓની પસંદગી થશે. જણાવી દઈએકે BCCIનો નિયમ છે કે જે ખેલાડી નિવૃત્ત થયા છે અથવા જે ખેલાડી IPL રમતા નથી તે જ ખેલાડીઓ આ ટુર્નામેન્ટ રમી શકે છે. સાઉથ આફ્રિકાની SA20ના ઓક્શનમાં 784 ખેલાડીઓ સામેલ થશે.

ઘણા ખેલાડીઆ લિંગ મેચમાં નજર આવશે

બધા જ ભારતીય ખેલાડીઓના બેસ પ્રાઇઝ 200000 રેંડ છે. પણ, પીયૂષ ચાવલાનો બેસ પ્રાઇઝ 1000000 રેંડ છે.  6 ટીમો પાસે કુલ 7.4 મિલિયન USDનું ખાતું છે. ઓક્શનમાં 84 સ્લોટ ઉપલબ્ધ રહેશે. SA20ની ચોથી સિઝન માટે વાઇલ્ડકાર્ડ વિકલ્પ પણ રજૂ કરવામ આવ્યો છે. દિનેશ કાર્તિક SA20 ભાગ લેનાર પહેલા ભારતીય ક્રિકેટર છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને IPLથી નિવૃત્તિ લીધા બાદ પાર્લ રોયલ્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 

SA20 ઓક્શનમાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓની લિસ્ટ કંઇક આ પ્રકારે છે:

  • પીયૂષ ચાવલા 
  • સિદ્ધાર્થ કૌલ 
  • અંકિત રાજપૂત 
  • નિખિલ જાગા 
  • મોહમ્મદ ફૈદ 
  • કેએસ નવીન 
  • અંસારી મારુફ 
  • મહેશ અહીર 
  • સરૂલ કંવર 
  • અનુરીત સિંહ કથૂરિયા 
  • ઈમરાન ખાન 
  • વેંકટેશ ગલીપેલી 
  • અતુલ યાદવ 

40 પાકિસ્તાની ખેલાડીઓના નામ

આ ઓક્શનમાં 40 પાકિસ્તાની ખેલાડીઓ પણ સામેલ છે. આઝમ ખાન, ઇમામ-ઉલ-હક, અબરાર અહમદ અને સઈમ અયૂબ જેવા કેટલાક જાણીતા નામો પણ નિલામીમાં ભાગ લેશે. આ રસપ્રદ છે કે SA20ની છ ટીમો - એમઆઈ કેપ ટાઉન, જોબર્ગ સુપર કિંગ્સ, ડરબન સુપર જાયન્ટ્સ, સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપ, પાર્લ રૉયલ્સ અને પ્રિટોરિયા કૅપિટલ્સ બધી જ ભારતીય ઉદ્યોગપતિના માલિકી હેઠળ છે. તેમાંથી મોટાભાગના IPL ફ્રેન્ચાઇઝીના માલિકો છે.

Tags :