Get The App

સૌરવ ગાંગુલીને હેડ કોચ બનાવવાની જાહેરાત, દાદાને અચાનક મળી આ ટીમની જવાબદારી

Updated: Aug 24th, 2025

GS TEAM

Google News
Google News
સૌરવ ગાંગુલીને હેડ કોચ બનાવવાની જાહેરાત, દાદાને અચાનક મળી આ ટીમની જવાબદારી 1 - image


SA20 franchise Pretoria Capitals: ભારતીય ક્રિકેટ દિગ્ગજ અને ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પોતાની નવી ઇનિંગ શરૂ કરી છે. તે ટૂંક સમયમાં કોઈ મોટી ક્રિકેટ લીગમાં હેડ કોચ તરીકે કામ કરતો જોવા મળશે. આ પહેલીવાર હશે જ્યારે તે કોઈ ટીમમાં હેડ કોચ તરીકે જોડાશે. તાજેતરમાં, તેમણે ટીમ ઈન્ડિયાના કોચ બનવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે હું ભારતીય ટીમનો કોચ બનવા માટે તૈયાર છું. આવી સ્થિતિમાં, તેમના નિર્ણયને એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

સૌરવ ગાંગુલી આ ટીમના હેડ કોચ બન્યા

સાઉથ આફ્રિકાની T20 લીગ SA20 ની આગામી સીઝન માટે પ્રિટોરિયા કેપિટલ્સના હેડ કોચ તરીકે સૌરવ ગાંગુલીની નિમણૂક કરવામાં આવી છે. આ ગાંગુલીને કોઈ વ્યાવસાયિક ક્રિકેટ ટીમ સાથે ફૂલ ટાઈમ કોચિંગનો પહેલો અનુભવ હશે. પ્રિટોરિયા કેપિટલ્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ગાંગુલીની નિમણૂકની સત્તાવાર જાહેરાત કરી. ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પર 'કોલકાતાના પ્રિન્સ' માટે નવી શરૂઆત ગણાવી અને કહ્યું, 'અમે સૌરવ ગાંગુલીને અમારા નવા હેડ કોચ તરીકે જાહેર કરતા ખૂબ ખુશ છીએ.'

આ પણ વાંચો: દિગ્ગજ ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસનું કર્યું એલાન

ગાંગુલીની નિમણૂક ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટર જોનાથન ટ્રોટના કોચ પદ પરથી રાજીનામું આપ્યાના એક દિવસ પછી આવી છે, જેમણે ગયા સિઝનમાં ટીમનો હવાલો સંભાળ્યો હતો. હવે સૌરવ ગાંગુલી આ જવાબદારી સંભાળતા જોવા મળશે. ક્રિકેટમાં સૌરવ ગાંગુલીના યોગદાનથી સૌ કોઈ અવગત છે. ભારતીય ક્રિકેટને મજબૂત બનાવવામાં તેમની કેપ્ટનશીપ ઐતિહાસિક ભૂમિકા રહી છે. તેમણે BCCI પ્રમુખ તરીકે પણ યોગદાન આપ્યું હતું. તાજેતરમાં, તેઓ IPL અને WPLમાં દિલ્હી કેપિટલ્સ સાથે ક્રિકેટ ડિરેક્ટર તરીકે સંકળાયેલા હતા.

ટીમ ગયા સિઝનમાં ખરાબ સ્થિતિમાં હતી

SA20 ની આગામી સિઝન 26 ડિસેમ્બર 2025 થી 25 જાન્યુઆરી 2026 સુધી ચાલશે. પ્રિટોરિયા કેપિટલ્સને ગયા સિઝનની નિરાશામાંથી બહાર લાવવાનો ગાંગુલીને લાવવાનો પડકાર હશે. ફ્રેન્ચાઇઝી પહેલી સિઝનમાં ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ 2025માં તેમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું.

આ પણ વાંચો: World Cup 2027 અંગે મોટી જાહેરાત, આ 8 શહેરોમાં રમાશે 44 મેચો

Tags :