World Cup 2027 અંગે મોટી જાહેરાત, આ 8 શહેરોમાં રમાશે 44 મેચો
તસવીર : IANS
ICC Men’s World Cup 2027 Returns to Africa After 24 Years : સાઉથ આફ્રિકાએ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ 2027ને લઈને મોટી જાહેરાત કરી છે. સાઉથ આફ્રિકાના 8 શહેરોમાં 44 મેચો રમાશે. સાથે સાથે ઝિમ્બાબ્વે અને નામિબિયામાં પણ 10 મેચો રમાશે. વર્લ્ડકપના સફળ આયોજન માટે સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડ CSAએ અત્યારથી જ કમર કસી લીધી છે.
સાઉથ આફ્રિકાના કયા શહેરોમાં રમાશે વર્લ્ડકપની મેચો?
જોહાનિસબર્ગ
પ્રિટોરિયા
કેપટાઉન
ડરબન
ગકેબરહા
બ્લોમફૉન્ટેન
ઈસ્ટ લંડન
પાર્લ
24 વર્ષ બાદ આફ્રિકામાં વર્લ્ડકપ
સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રિહાન રિચર્ડસે આ મામલે કહ્યું છે કે, બે દાયકાથી પણ વધુ સમય બાદ આફ્રિકામાં વર્લ્ડકપ રમાશે. આફ્રિકાની ધરા પર છેલ્લે 24 વર્ષ અગાઉ વર્લ્ડકપની મેચો રમાઈ હતી. એવામાં હવે વર્લ્ડકપના નવા ફેન્સને આકર્ષિત કરવા તથા દુનિયાને જોડવાનો ઉત્તમ અવસર પ્રાપ્ત થયો છે.