વન-ડે ડેબ્યૂમાં જ ઈંગ્લેન્ડના બોલરનો શરમજનક રેકોર્ડ, દ.આફ્રિકાના બેટર્સે કરી જોરદાર ધોલાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sonny Baker's Shameful Record: દરેક ખેલાડી પોતાના ડેબ્યૂને યાદ રાખવા માગે છે પરંતુ ઈંગ્લેન્ડના એક બોલર સાથે જે થયું તેને તે ક્યારેય યાદ રાખવાનું પસંદ નહીં કરશે. વાસ્તવમાં લીડ્સના હેડિંગ્લેમાં ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાઈ. આ મેચમાં ઈંગ્લેન્ડ માટે ફાસ્ટ બોલર સન્ની બેકરે ડેબ્યૂ કર્યું, જે તેનું ઈન્ટરનેશનલ ડેબ્યૂ હતું. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે તે પોતાના પેસથી દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોને ઘૂંટણિએ લાવી દેશે, પરંતુ યજમાન ટીમે જેટલી ખરાબ બેટિંગ કરી, તેનાથી પણ ઘટિયા સન્ની બેકરની બોલિંગ રહી.
વન-ડે ડેબ્યૂમાં જ ઈંગ્લેન્ડના બોલરનો શરમજનક રેકોર્ડ
યુવા ફાસ્ટ બોલર સન્ની બેકર માટે આ મેચ એક ખરાબ સપના જેવી રહી. સન્ની બેકરે પોતાની પહેલી જ વન-ડે મેચમાં એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કરી દીધો. તે ઈંગ્લેન્ડ માટે વન-ડે ઈન્ટરનેશનલ ડેબ્યૂમાં સૌથી વધુ રન આપનાર બોલર બની ગયો. તેણે આ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 7 ઓવરની બોલિંગ કરી અને કોઈપણ વિકેટ લીધા વિના 76 રન આપ્યા. આ સાથે જ તે ઈંગ્લેન્ડ તરફથી વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ પર સૌથી વધુ રન સૌથી વધુ ઈકોનોમી રેટ સાથે આપનાર બોલર બની ગયો.
સન્ની બેકરે 10.85ના ઈકોનોમીના રેટ સાથે રન આપ્યા. આ લિસ્ટમાં તેણે લિયા ડૉસન (70 રન vs પાકિસ્તાન, 2016) અને ડેવિડ લૉરેન્સ (67 રન vs વેસ્ટ ઈન્ડિઝ, 1991) ઉપરાંત જ્યોર્જ સ્ક્રીમશૉને પાછળ છોડી દીધા. જ્યોર્જે 2023માં નોર્ટિંઘમમાં 66 આયર્લેન્ડ જેવી નબળી ટીમ સામે આપ્યા હતા.
હવે સન્ની બેકરના આ ખરાબ પ્રદર્શનની વાત કરીએ તો તેનું મુખ્ય કારણ દક્ષિણ આફ્રિકાના ઓપનર બેટ્સમેન એડન માર્કરમ હતો. તેણે શરૂઆતથી જ બેકરને ટાર્ગેટ કર્યો અને તેની સામે તાબડતોડ બેટિંગ કરી. બેકરની પહેલી જ ઓવરમાં માર્કરમે ત્રણ ચોગ્ગા ફટકાર્યા, જેના કારણે તેના પર દબાણ વધ્યું અને તે તેમાંથી બહાર ન નીકળી શક્યો.
વન-ડે ડેબ્યૂ પર ઈંગ્લેન્ડના બોલરો દ્વારા આપવામાં આવેલા સૌથી વધુ રન
76- સન્ની બેકર vs દક્ષિણ આફ્રિકા, લીડ્સ, 2025 (ઈકોનમી રેટ 10.85)
70- લિયામ ડૉસન vs પાકિસ્તાન, કાર્ડિફ, 2016 (ઈકોનમી રેટ 8.75)
67- ડેવિડ લૉરેન્સ vs વેસ્ટ ઈન્ડિઝ, લૉડ્સ, 1991 (ઈકોનમી રેટ 6.09)
66- જ્યોર્જ સ્ક્રીમશૉ vs આયર્લેન્ડ, નોર્ટિંઘમ, 2023 (ઈકોનમી રેટ 7.61)
લિસ્ટમાં એ જ બોલર સામેલ છે, જેમણે 7થી વધુ ઓવર ફેંકી છે.








