Sports

US Open 2025 : યુકી ભાંભરીએ રચ્યો ઈતિહાસ, પહેલીવાર ગ્રાન્ડસ્લેમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યો

By GS TEAM
3 Sep 20252 mins read
TukuTouch Logo
યુએસ ઓપન 2025માં નોવાક જોકોવિચ, કાર્લોસ અલ્કારેજ જેવા દિગ્ગજ ખેલાડીઓની જીતનો સિલસિલો યથાવત છે તો બીજી તરફ ભારતના યુકી ભાંભરીએ પણ ઈતિહાસ રચ્યો છે. યુકી ભાંભરીએ માઈકલ વીનસ સાથે મળીને ટુર્નામેન્ટના ડબલ્સ ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવી લીધુ છે. યુએસ ઓપનમાં યુકી ભાંભરીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. તેણે પોતાના કરિયરમાં પહેલીવાર કોઈ ગ્રાન્ડસ્લેમના ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

US Open 2025 : યુકી ભાંભરીએ રચ્યો ઈતિહાસ, પહેલીવાર ગ્રાન્ડસ્લેમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યો

US Open Yuki Bhambri: યુએસ ઓપન 2025માં નોવાક જોકોવિચ, કાર્લોસ અલ્કારેજ જેવા દિગ્ગજ ખેલાડીઓની જીતનો સિલસિલો યથાવત છે તો બીજી તરફ ભારતના યુકી ભાંભરીએ પણ ઈતિહાસ રચ્યો છે. યુકી ભાંભરીએ માઈકલ વીનસ સાથે મળીને ટુર્નામેન્ટના ડબલ્સ ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવી લીધુ છે. યુએસ ઓપનમાં યુકી ભાંભરીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. તેણે પોતાના કરિયરમાં પહેલીવાર કોઈ ગ્રાન્ડસ્લેમના ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે.

હવે આ જોડી સાથે થશે મુકાબલો

ભારતના યુકી ભાંભરી અને ન્યુઝીલેન્ડના માઈકલ વિનસે જોડીએ જર્મનીના કેવિન ક્રાવિટ્ઝ અને ટિમ પુએટ્ઝની જોડીને 6-4, 6-4થી હરાવી. 14મી ક્રમાંકિત ઈન્ડો-કિવી જોડીને આ મેચ જીતવા માટે એક કલાક અને 23 મિનિટનો સમય લાગ્યો. યુકી-વીનસ હવે ક્રોએશિયાના નિકોલા મેક્ટિચ અને અમેરિકાના રાજીવ રામની જોડી સામે ટકરાશે.

૩૩ વર્ષીય યુકી ભાંભરીની કારકિર્દી ઇજાઓના કારણે પ્રભાવિત રહી છે. તે પોતાના સિંગલ્સ કરિયરમાં ક્યારેય યુએસ ઓપનમાં પહેલા રાઉન્ડથી આગળ નહોતો વધી શક્યો. ડબલ્સમાં તે આ વર્ષે ફ્રેન્ચ ઓપન અને વિમ્બલડનના ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યો હતો.

જુનિયર યૂએસ ઓપનમાંથી તમામ ભારતીયો બહાર

આ દરમિયાન પ્રતિભાશાળી માયા રાજેશ્વરન રેવતી જુનિયર કેટેગરીના બીજા રાઉન્ડમાં બ્રિટનની બીજા ક્રમાંકિત હેન્ના ક્લુગમેન સામે 6-7, 6-4, 3-6 થી હારીને બહાર થઈ ગઈ. તે ડબલ્સમાં પણ પોતાની સાથી લાઈમા સિનાલી સાથે ચોથી ક્રમાંકિત લુના વ્લાડસન અને જેલાઈન વેન્ડ્રોમ સામે 2-6, 2-6થી હારીને બહાર થઈ ગઈ. હિતેશ ચૌહાણ અને કૃષ ત્યાગી પણ છોકરાઓના ડબલ્સના બીજા રાઉન્ડમાં હારી ગયા.

આ પણ વાંચો: વિરાટ કોહલીએ લંડનમાં ફિટનેસ ટેસ્ટ પાસ કરી, BCCIના નિર્ણયને કારણે થયો વિવાદ

દિગ્ગજ ખેલાડી નોવાક જોકોવિચ અને યુવા સ્ટાર કાર્લોસ અલ્કારેજે મેન્સ સિંગલ્સની સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. સર્બિયન સ્ટાર નોવાક જોકોવિચે ક્વાર્ટર ફાઇનલમાં અમેરિકન ખેલાડી ટેલર ફ્રિટ્ઝને 6-3, 7-5, 3-6, 6-4થી હરાવ્યા. સ્પેનના અલ્કારેજે જિરી લેહેકાને 6-4, 6-2, 6-4થી હરાવી. હવે સેમિફાઈનલમાં જોકોવિચ અને અલ્કારેજનો મુકાબલો થશે.