Sports

સ્મૃતિ મંધાના બની દુનિયાની નંબર વન બેટ્સમેન, 6 વર્ષ બાદ વનડેમાં ફરી ટોચના સ્થાને પહોંચી

By GS TEAM
17 Jun 20252 mins read
TukuTouch Logo
ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે આ મહિનાની અંતમાં પાંચ ટી20 અને ત્રણ વનડે મેચની સીરિઝ રમાશે. હાલના દિવસોમાં સ્મૃતિ મંધાના વનડે બેટરની યાદીમાં ટોપ 10માં રહી હતી, પણ રાઇટહેન્ડ બેટર 2019ની શરૂઆતથી ટોચના સ્થાન પર નથી પહોંચી શકી.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્મૃતિ મંધાના બની દુનિયાની નંબર વન બેટ્સમેન, 6 વર્ષ બાદ વનડેમાં ફરી ટોચના સ્થાને પહોંચી
Image Source: Smriti Mandhana / Instagram

ICC Women's ODI rankings: ભારતની સ્ટાર બેટર સ્મૃતિ મંધાના વનડે ક્રિકેટમાં દુનિયાના નંબર વન બેટર બની ગઈ છે. મંધાનાએ છ વર્ષ બાદ ખોવાયેલું તાજ પરત મેળવ્યું છે. ભારતની વાઇસ કેપ્ટન મંધાના પહેલીવાર ટોચના સ્થાને પહોંચી છે. સાઉથ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડે તાજેતરની અપડેટ રેન્કિંગમાં 19 રેટિંગ પોઇન્ટ્સ ગુમાવ્યા, જેનો ફાયદો ભારતીય બેટર સ્મૃતિ મંધાનાને મળ્યો અને તે ફરી એકવાર નંબર 1 પર પહોંચી ગઈ.

 આ પણ વાંચો: 'ગિલને ખબર જ નથી કે કેપ્ટન હોવાનો અર્થ શું છે', દિગ્ગજ ક્રિકેટરે કર્યો શુભમનનો વિરોધ

મંધાનાના કુલ 727 રેટિંગ પોઈન્ટ છે. ત્યાર બાદ ઈંગ્લેડની કેપ્ટન નતાલી સાયવર-બ્રન્ટ 719 પોઈન્ટ્સની સાથે બીજ સ્થાન પર છે. હવે વોલ્વાર્ડ 719 પોઈન્ટ્સની સાથે ત્રીજા સ્થાન પર પહોંચી છે. મંધાના પછી આ યાદીમાં વધુ બે ભારતીય બેટર જેમિમા રોડ્રિગ્સ અને કેપ્ટન હરમનપ્રીત કૌર છે, જે 14માં અને 15માં સ્થાન પર છે. 

2019 પછી પહેલી વાર ટોચના સ્થાને 


Smriti Mandhana News: ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે આ મહિનાની અંતમાં પાંચ ટી20 અને ત્રણ વનડે મેચની સીરિઝ રમાશે. હાલના દિવસોમાં સ્મૃતિ મંધાના વનડે બેટરની યાદીમાં ટોપ 10માં રહી હતી, પણ રાઇટહેન્ડ બેટર 2019ની શરૂઆતથી ટોચના સ્થાન પર નથી પહોંચી શકી. જોકે સ્મૃતિ હાલમાં ખૂબજ સારા ફૉર્મમાં રમી રહી છે અને તેના પરિણામે તેને તેની રેન્કિંગમાં સુધારો કરવામાં મદદ મળી. મંધાના T20 ઇન્ટરનૅશનલ બેટ્સવુમનની યાદીમાં પણ ચોથા સ્થાને છે.

આ પણ વાંચો:  ICC Test Ranking: ટોચના 10માં માત્ર 2 ભારતીય, જાડેજા અને રાહુલ ટોપ 40થી પણ બહાર, જાણો ગિલ કયા નંબરે

વર્ષ 2013માં બાંગ્લાદેશની સામે વનડે ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર મંધાનાએ ભારત માટે 102 વનડે મેચ રમી છે. જેમાં તેના નામે 46.59ની એવરેજ અને 87.79ની સ્ટ્રાઈક રેટથી 4473 રન છે. તેના નામે 11 સેન્ચૂરી અને 31 હાફ સેન્ચૂરી છે. તેણે છેલ્લી વનડે આ વર્ષે મે મહિનામાં શ્રીલંકા સામે રમી હતી. આ સમયે તે ઈંગ્લેડ પ્રવાસની તૈયારીમાં વ્યસ્ત છે.