Get The App

સ્મૃતિ મંધાનાના લગ્ન: પલાશે ક્રિકેટ પિચ પર કર્યું પ્રપોઝ, હલ્દી સેરેમનીમાં સાથી ખેલાડીઓનો ડાન્સ

Updated: Nov 21st, 2025

GS TEAM

Google News
Google News
સ્મૃતિ મંધાનાના લગ્ન: પલાશે ક્રિકેટ પિચ પર કર્યું પ્રપોઝ, હલ્દી સેરેમનીમાં સાથી ખેલાડીઓનો ડાન્સ 1 - image


Smriti Mandhana-Palash Muchhal Haldi Ceremony: ભારતીય મહિલા ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના બે દિવસ બાદ મ્યુઝિક કમ્પોઝર પલાશ મુચ્છલ સાથે લગ્ન કરશે. શુક્રવાર(21 નવેમ્બર)થી મંધાના-પલાશના લગ્નની વિધિ શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર મંધાનાની હલ્દી સેરેમનીના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં ખેલાડીઓ ડાન્સ કરતાં જોવા મળે છે. આ પહેલા પલાશે મંધાનાને ક્રિકેટ પિચ પર પ્રપોઝ કર્યું હતું. 

પલાશ મુચ્છલે મહિલા વિશ્વ કપના ફાઈનલના વેન્યૂ ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં જઈને સ્મૃતિ મંધાનાને પ્રપોઝ કર્યું હતું. જેનો વીડિયો પલાશે સોશિયલ મીડિયામાં પર શેર કર્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, મંધાનાની આંખો પર પટ્ટી બાંધેલી છે અને તેને ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં લઈ જવામાં આવે છે. આ પછી ક્રિકેટ પિચ પર જઈને મંધાનાની આંખો પરથી પટ્ટી હટાવીને પ્રપોઝ કર્યું હતું. પલાશે વીડિયો શેર કરતાં લખ્યું હતું કે, 'તેણે હા પાડી...' 

આ પણ વાંચો: 'આરામ જોઈએ તો IPL છોડી દો...', ગિલની ઈજા બાદ ગંભીરની ટીમ ઈન્ડિયાને સ્પષ્ટ ચેતવણી

સ્મૃતિ-પલાશના લગ્નની તૈયારી

સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલ મહારાષ્ટ્રના સાંગલી ગામમાં સાત ફેરા લેશે, આમ બંને 23 નવેમ્બરે લગ્ન કરશે. આ હાઇ પ્રોફાઇલ લગ્ન માટેના આમંત્રણ કાર્ડ પણ ઇન્દોરમાં પલાશ પરિવારના સંબંધીઓ અને મહેમાનોને વહેંચવામાં આવ્યા છે. લગ્ન અને લગ્ન પછી યોજાનારી પાર્ટી સાંગલીમાં યોજાશે. મુચ્છલ પરિવારે લગ્ન પછી ઇન્દોરમાં રિસેપ્શન આપવાની હજુ સુધી કોઈ યોજના બનાવી નથી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, પલાશ અને સ્મૃતિ લગ્ન પછી મુંબઈમાં એક પાર્ટી આપી શકે છે. જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા સ્ટાર્સ અને ક્રિકેટરો ભાગ લઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મંધાનાને પત્ર લખીને લગ્ન માટે અભિનંદન પાઠવ્યા હતા.

Tags :