ઇંગ્લેન્ડના બોલરની હરકત સામે ભડક્યો શુભમન ગિલ, છેલ્લી ઘડીએ જુઓ શું કર્યું
Shubman Gill: ધીમે ધીમે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝમાં પણ મુકાબલાની સ્થિતિ જોવા મળી રહી છે. આની કેટલીક ઝલક લીડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં જોવા મળી હતી. હવે એજબેસ્ટન ટેસ્ટ મેચના પહેલા જ દિવસે કેટલાક એવા દ્રશ્યો જોવા મળ્યા જેમાં ભારત અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ વચ્ચે હળવી બોલાચાલી થઈ હતી. પરંતુ આ દરમિયાન ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર બ્રાઇડન કાર્સે કંઈક એવું કર્યું જેનાથી ભારતીય કેપ્ટન શુભમન ગિલ ગુસ્સે ભરાયો. વિકેટ માટે સંઘર્ષ કરી રહેલા ઇંગ્લેન્ડ માટે, તેના ફાસ્ટ બોલરની આ કાર્યવાહીએ તેમની રમતગમતની ભાવના પર સવાલ ઉભા કર્યા.
What was that, Brydon Carse? 😳👀
— Saabir Zafar (@Saabir_Saabu01) July 2, 2025
Carse showed a hand sign during his run up and tried to distract Shubman Gill but Gill backs out at the last moment. #ENGvIND #INDvsENG pic.twitter.com/itZtfs5Qt9
બેન સ્ટોક્સે જયસ્વાલ સાથે શાબ્દિક ઝઘડો કર્યો
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે કેએલ રાહુલ અને કરુણ નાયરની વિકેટ પડ્યા બાદ, ભારતીય કેપ્ટન શુભમન ગિલ યશસ્વી જયસ્વાલ સાથે સાવધાનીપૂર્વક બેટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન, જ્યારે ઇંગ્લેન્ડના બોલરો આ જોડી તોડી શક્યા નહીં, ત્યારે તેઓએ ગિલ-જૈસવાલનું ધ્યાન ભંગ કરવાનું શરૂ કર્યું. બેન સ્ટોક્સે જયસ્વાલ સાથે શાબ્દિક ઝઘડો કર્યો, ત્યારે બ્રાઇડન કાર્સે રન-અપ દરમિયાન કેટલીક હરકતો કરી. જોકે કેપ્ટન શુભમન ગિલને આ વાત ગમી નહીં.
શું હરકત કરી બોલરે?
બ્રાયડન કાર્સેએ 34મી ઓવરના ચોથા બોલે રન અપ દરમિયાન નોન બોલિંગ આર્મને નો બોલની જેમ હવામાં ઊઠાવ્યો હતો. તેણે આ હરકત ગિલનું ધ્યાન ભટકાવવા માટે કરી હતી. ગિલે આ હરકત જોતા જ છેલ્લી ઘડીએ પીછેહઠ કરવાનો નિર્ણય લીધો. જોકે તેમ છતાં બોલરે બોલ તો ફેંક્યો હતો પરંતુ અમ્પાયરે આ બોલને ડેડ બોલ જાહેર કરી દીધો. ગિલ આ ઘટના પર ગુસ્સામાં દેખાયો હતો.
આ પણ વાંચો: શું ધોનીની CSK રાજસ્થાન રોયલ્સના કેપ્ટનને ખરીદશે? બદલામાં જુઓ RR કોના પર દાવ લગાવશે
ગિલ ઇનસાઇડ એજના કારણે બચી ગયો
ઇંગ્લેન્ડ આ ચાલથી ગિલનું ધ્યાન ભટકાવવામાં સફળ રહ્યું કારણ કે બીજા જ બોલ પર તેણે શુભમનને વિકેટની સામે LBW આઉટ કરાવ્યો. જ્યારે અમ્પાયરે તેને આઉટ ન આપ્યો, ત્યારે ઇંગ્લેન્ડે રિવ્યુનો ઉપયોગ કર્યો, પરંતુ ગિલ ઇનસાઇડ એજને કારણે બચી ગયો.
શુભમન ગિલ દિવસના અંત સુધી અણનમ રહ્યો અને ભારતના સ્કોરને 300 થી વધુ રન સુધી પહોંચાડ્યો. શુભમન ગિલ 114 રન બનાવીને ક્રીઝ પર છે અને રવિન્દ્ર જાડેજા 41 રન બનાવીને તેને ટેકો આપી રહ્યો છે. ભારતે પહેલા દિવસે 85 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 310 રન બનાવ્યા હતા. બીજા દિવસે, ટીમ ઇન્ડિયા 500 રનના સ્કોર સુધી પહોંચવા માટે નજર રાખશે.