Get The App

શું ધોનીની CSK રાજસ્થાન રોયલ્સના કેપ્ટનને ખરીદશે? બદલામાં જુઓ RR કોના પર દાવ લગાવશે

Updated: Jul 3rd, 2025

GS TEAM

Google News
Google News
Sanju Samson to Play for CSK in IPL 2026


Sanju Samson to Play for CSK in IPL 2026: ભારતીય ટીમના શાનદાર વિકેટકીપર-બેટર સંજુ સેમસનનો વિશ્વભરમાં મોટો ચાહક વર્ગ છે. સંજુ સેમસન ઈન્ટરનેશનલ ક્રિકેટ તેમજ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ પોતાની છાપ છોડી ચૂક્યો છે. સંજુ સેમસન છેલ્લા કેટલાક IPL સીઝનથી રાજસ્થાન રોયલ્સ માટે ભાગ લઈ રહ્યો છે પરંતુ હવે તે IPL 2026 માં નવી ટીમ માટે રમતા જોવા મળે તેવી શક્યતાઓ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સંજુ સેમસનને તેની ટીમમાં સામેલ કરી શકે છે અને ફ્રેન્ચાઇઝીના વરિષ્ઠ અધિકારીએ પોતે આ વાતની પુષ્ટિ કરી છે. એવા અહેવાલો છે કે સંજુ ચેન્નાઈનો આગામી કેપ્ટન પણ બની શકે છે.

2025 IPL ફાઇનલ પછીના દિવસે એટલે કે 4 જૂનથી ટ્રેડિંગ વિન્ડો શરૂ થઈ ગઈ છે અને 2026ના ઓક્શનના એક અઠવાડિયા પહેલા સુધી ખુલ્લી રહેશે. ઓક્શન પછી, ટ્રેડ વિન્ડો ફરીથી ખુલશે અને નવી સીઝનની શરૂઆતના એક મહિના પહેલા સુધી ચાલશે.

શું CSK-સંજુ સેમસન વચ્ચે ડીલ શક્ય છે?

ભૂતપૂર્વ ભારતીય ઓપનર અને વર્તમાન ક્રિકેટ વિશ્લેષક આકાશ ચોપરાએ પોતાની યુટ્યુબ ચેનલમાં જણાવ્યું હતું કે, 'CSK એ સંજુ સેમસનને ટીમમાં સામેલ કરવા માટે રસ દાખવ્યો છે, પરંતુ નામો પર ચર્ચા હજુ શરૂ થઈ નથી. જો આ સોદો આગળ વધે છે, તો રાજસ્થાન રવિન્દ્ર જાડેજા અથવા રવિચંદ્રન અશ્વિન માટે પૂછી શકે છે. આવું કરવાનો તેમનો અધિકાર છે.'

આ પણ વાંચો: IND vs ENG: પહેલા દિવસે ભારતનો સ્કોર 310/5, ગિલની બીજી ઐતિહાસિક સદી, શુભમન-જાડેજા અણનમ

₹18 કરોડમાં રાજસ્થાને સંજુને કર્યો હતો રિટેન

દિલ્હી કેપિટલ્સથી બે વર્ષના વિરામ બાદ વર્ષ 2018 માં સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ સાથે પાછો ફર્યો. ત્યારથી તે ટીમમાં છે. વર્ષ 2025ના મેગા ઓક્શન પહેલા રાજસ્થાને તેને ₹18 કરોડમાં રિટેન કર્યો હતો.

શું સંજુ CSK માટે યોગ્ય પસંદગી છે?

ક્રિકેટ વિશ્લેષક આકાશ ચોપરાએ કહ્યું કે, 'CSK એક એવા વિકેટકીપર-બેટરની શોધમાં છે જે ધોનીના વારસાને આગળ ધપાવી શકે. એવામાં સેમસન સ્વાભાવિક ઉત્તરાધિકારી બની શકે છે.' IPL 2025 માં છેલ્લા સ્થાને રહેલા CSK માં ગુજરાતના અનકેપ્ડ ખેલાડી ઉર્વિલ પટેલનો વિકેટકીપર તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો, જેણે આયુષ મ્હાત્રે અને ડેવાલ્ડ બ્રેવિસ સાથે સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ ધોનીના ઉત્તરાધિકારી અંગે હજુ પણ શંકાઓ છે.

ધોનીનું ભવિષ્ય હજુ પણ અનિશ્ચિત

આવતા વર્ષે 45 વર્ષ પૂર્ણ કરનાર મહેન્દ્ર સિંહ ધોનીએ હજુ સુધી સ્પષ્ટતા કરી નથી કે તે IPL 2026 રમશે કે નહીં. જોકે, CSK એ હવે ધોની પછીના યુગ માટે તૈયારી શરૂ કરવી પડશે.

શું ધોનીની CSK રાજસ્થાન રોયલ્સના કેપ્ટનને ખરીદશે? બદલામાં જુઓ RR કોના પર દાવ લગાવશે 2 - image

Tags :