કેપ્ટન્સી તો છોડો એશિયા કપની ટીમમાં પણ સ્થાન નહીં મળે ગિલને, રિપોર્ટમાં ચોંકાવનારો દાવો
Shubman Gill Asia Cup T20 Match: શુભમન ગિલનું ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કમબેક તથા એશિયા કપ 2025 માટે કેપ્ટન બનાવવાની અટકળો પર પૂર્ણવિરામ મૂકાઈ શકે છે. એક મીડિયા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, બીસીસીઆઈની પસંદગી સમિતિએ સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવા વિચારણા કરી રહી છે. ટી20 એશિયા કપ 9 સપ્ટેમ્બરથી યુએઈમાં શરૂ થવાનો છે. જેમાં સૂર્યાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવશે. જ્યારે શુભમન ગિલની વાપસી શક્ય નથી. 19 ઓગસ્ટના રોજ એશિયા કપ માટે ટીમની જાહેરાત થશે.
મીડિયા રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે, ચીફ સિલેક્ટર અજિત અગરકર મુંબઈમાં 19 ઓગસ્ટના રોજ સિલેક્શન મીટિંગ બાદ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ટીમની જાહેરાત કરશે. એક સૂત્રે જણાવ્યું કે, એશિયા કપ માટે ટીમની પસંદગી 19 ઓગસ્ટના રોજ મુંબઈમાં થશે. પસંદગી સમિતિની બેઠક બાદ ચીફ સિલેક્ટર અજિત અગરકર એક પ્રેસ કોન્ફરન્સ યોજી આ અંગે માહિતી આપશે. આ બેઠકમાં હાલના ટી-20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ સામેલ થશે.
આ પણ વાંચોઃ એશિયા કપની ટોપ 5 કોન્ટ્રોવર્સી, કામરાન-ગંભીર તો ભજ્જી-શોએબ વચ્ચે થઈ હતી બબાલ
સૂર્યકુમાર યાદવ હાલ સ્પોર્ટ્સ હાર્નિયા સર્જરીમાંથી સાજા થવા માટે બેંગ્લુરૂ સ્થિત બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સેલન્સમાં છે. સૂર્યકુમારે સીઓઈમાં ટ્રેનિંગ શરૂ કરી છે. આ રિપોર્ટથી આ અટકળો પર પૂર્ણવિરામ મૂકાયો છે કે, ઈંગ્લેન્ડ મુલાકાત પર આકર્ષક પર્ફોર્મન્સ આપનારા શુભમન ગિલને ભારતના નવા ટી20 કેપ્ટન બનાવવામાં આવશે. ભારતે ટેસ્ટ કેપ્ટન રૂપે પોતાના પ્રથમ કાર્યકાળમાં જ યુવા ટીમ સાથે 2-2થી સીરિઝ ડ્રો કરાવી હતી. જેમાં તેણે 754 રન બનાવ્યા હતા.
સૂર્યા જ કરશે કેપ્ટનશીપ
ક્રિકેટ એક્સપર્ટે તેની કેપ્ટનશીપની પ્રથમ સીરિઝ બાદ ત્રણેય ફોર્મેટમાં ગિલને કેપ્ટન રૂપે જોઈ રહી છે. જો કે, વર્તમાન રિપોર્ટમાં સ્પષ્ટ થયુ છે કે, ટી20 ક્રિકેટમાં સૂર્યા જ કેપ્ટનશીપ કરશે. તેમજ 25 વર્ષીય ગિલને એશિયા કપ માટે ટી20માં સ્થાન મળશે નહીં. ટી20માં સંજૂ સેમસન અને અભિષેક શર્માની ઓપનિંગ જોડી રમશે. આ સાથે યશસ્વી જયસ્વાલને પણ રેડ બોલ ક્રિકેટ પર ફોકસ કરવા કહ્યું છે. અંદાજ છે કે, આઈપીએલમાં ઉમદા પર્ફોર્મન્સ આપ્યું હોવા છતાં શ્રેયસ અય્યરને પણ ટીમમાં સામેલ કરવામાં નહીં આવે.