ગિલની શાનદાર સદી: બ્રેડમેનના 86 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી, કરિયરની સૌથી મહત્ત્વપૂર્ણ ઈનિંગ
Shubman Gill Creates History In Test Match: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે માનચેસ્ટરમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં શુભમન ગિલે ઈતિહાસ રચ્યો છે. આકાશમાં છવાયેલા હારના વાદળો અને ટીકાઓ વચ્ચે શુભમન ગિલે પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઈનિંગ રમી બે મોટા રેકોર્ડ સર્જ્યા છે.
ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત અત્યંત ખરાબ હતી. પહેલી ઓવરમાં જ બે ઓપનર બેટર ઝીરો રન પર આઉટ થયા હતાં. જેના લીધે ગિલની કેપ્ટનશીપ પર સવાલો ઉઠ્યા હતા. ખાસ કરીને ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગમાં ફિલ્ડિંગ સેટિંગ્સ અને બોલર્સમાં ફેરફાર મુદ્દે. જો કે, ગિલે બે વિકેટ પડ્યા બાદ પીચ પર ઉતરી આ સવાલોના આક્રમક જવાબ આપ્યા હતા. 25 વર્ષીય કેપ્ટન 78 રન પર અણનમ રહ્યો હતો. ચોથા દિવસના બે સેશન સુધી કેએલ રાહુલ સાથે મળી ઈંગ્લેન્ડના બોલર્સને હંફાવ્યા હતા.
ઐતિહાસિક રેકોર્ડ સર્જ્યો
ગિલે આ સીરીઝમાં ચાર સદી ફટકારી રેકોર્ડ સર્જ્યો છે. ટેસ્ટ મેચ સીરિઝમાં ચાર સદી ફટકારાના અત્યારસુધી બે ભારતીય સુનીલ ગાવસ્કર (1971,1978) અને વિરાટ કોહલી (2014-25) હતાં. હવે આ યાદીમાં ગિલનું નામ પણ ઉમેરાયું છે. તેણે ડોન બ્રેડમેનનો 86 વર્ષ જુનો રેકોર્ડ પણ તોડ્યો છે. ગિલ ઈંગ્લેન્ડમાં એક ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ સદી ફટકારનારો કેપ્ટન બન્યો છે. તેની પહેલાં બ્રેડમેને 1938માં એશેજમાં ચાર સદી ફટકારી હતી.
ટેસ્ટ કેપ્ટન તરીકે પહેલી સીરિઝમાં સર્વાધિક રન
810 - સર ડોન બ્રેડમેન (ઓસ્ટ્રેલિયા) vs ઈંગ્લેન્ડ, 19૩6/૩7 (ઘરેલું)
722* - શુભમન ગિલ (ભારત) vs ઈંગ્લેન્ડ, 2025 (વિદેશી)**
702 - ગ્રેગ ચેપલ (ઓસ્ટ્રેલિયા) vs વેસ્ટ ઈન્ડિઝ, 1975/76 (ઘરેલું)
6૩6 - ક્લાઈવ લોયડ (વેસ્ટ ઈન્ડિઝ) vs ભારત, 1974/75 (વિદેશી)
582 - પીટર મે (ઈંગ્લેન્ડ) vs દક્ષિણ આફ્રિકા, 1955 (ઘરેલું)
ગિલ અત્યારસુધી એક સીરિઝમાં 700થી વધુ રન બનાવનારા ત્રીજા ભારતીય બેટર બન્યો છે. તે યશસ્વી જયસ્વાલે 712 રન (2024)થી આગળ નીકળી ગયો છે. હવે માત્ર સુનિલ ગાવસ્કર (774 રન, વેસ્ટઈન્ડિઝ 1971) સાથે આગળ છે.