ઈંગ્લેન્ડમાં ભારતીય ટીમનો નબળો દેખાવ પણ રાહુલ અને ગિલે રચ્યો ઈતિહાસ, 55 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
Images Sourse: IANS |
IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની ચોથી મેચ માન્ચેસ્ટરમાં રમાઈ રહી છે. ત્યારે ટેસ્ટ મેચના ઈતિહાસમાં આ બીજી વખત છે જ્યારે બે ભારતીય બેટરોએ વિદેશી ધરતી પર એક જ ટેસ્ટ સીરિઝમાં 500 પ્લસ રન બનાવ્યા છે. ઈંગ્લેન્ડ સામેની આ ટેસ્ટ સીરિઝમાં શુભમન ગિલે ચાર મેચની આઠ ઈંનિંગમાં 99.57ની સરેરાશથી 697 રન બનાવ્યા છે. બીજી તરફ કે.એલ. રાહુલે ચાર મેચની આઠ ઈંનિંગમાં 72.57ની સરેરાશથી 508 રન બનાવ્યા છે. આ બંને બેટર ચોથા દિવસના અંત સુધી અણનમ રહ્યા હતા.
રાહુલ અને ગિલે ઇતિહાસ રચ્યો
પહેલીવાર ભારતીય બેટરોએ વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર વર્ષ 1970-71માં રમાયેલી ટેસ્ટ સીરિઝમાં આ સિદ્ધિ મેળવી હતી. સુનીલ ગાવસ્કરે તે સીરિઝમાં 774 રન બનાવ્યા હતા, જ્યારે દિલીપ સરદેસાઈએ 642 રન ફયકાર્યા હતા. હવે 55 વર્ષ પછી પહેલીવાર કે.એલ. રાહુલ અને શુભમન ગિલે ઈતિહાસ રચ્યો છે.
આ પણ વાંચો: ગાવસ્કરનો 46 વર્ષ જૂનો રેકોર્ડ તૂટવાની અણીએ, કે.એલ.રાહુલ ઈતિહાસ રચવાથી આટલા રન દૂર!
ઈંગ્લેન્ડે પહેલી ઈનિંગમાં 669 રન બનાવીને 311 રનની લીડ મેળવી
માન્ચેસ્ટરમાં ચાલી રહેલી ચોથી ટેસ્ટ મેચમાં ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ પહેલી ઈનિંગમાં 358 રન બનાવી શકી હતી. જેમાં યશસ્વી જયસ્વાલે 58, જ્યારે સાઈ સુદર્શને 61 રન બનાવ્યા હતા. આ ઉપરાંત રિષભ પંતે 54 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ ટીમ તરફથી બેન સ્ટોક્સે સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે જોફ્રા આર્ચરે ત્રણ વિકેટ લીધી હતી. જવાબમાં ઈંગ્લેન્ડે પોતાની પહેલી ઈનિંગમાં 669 રન બનાવીને 311 રનની લીડ મેળવી.
ઈંગ્લેન્ડ તરફથી જો રૂટે 150 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન બેન સ્ટોક્સે 141 રન બનાવ્યા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ ચાર વિકેટ લીધી.