શુભમન ગિલે વિરાટનો રેકોર્ડ તોડ્યો, બન્યો પ્રથમ ભારતીય કેપ્ટન, હવે રાહુલ દ્રવિડની સિદ્ધિ ટારગેટ
Shubman Gill Breaks Virat Kohli's Record: શુભમન ગિલ હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. ભારતીય ટેસ્ટ ટીમની કમાન સંભાળ્યા બાદથી પંજાબના આ જમણા હાથના બેટ્સમેને ખૂબ રન બનાવ્યા છે. શરૂઆતની બે મેચોની ચાર ઈનિંગમાં કુલ 585 રન બનાવ્યા બાદ ગિલે શુક્રવારે લોડ્સ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 16 રન બનાવીને ઈતિહાસ રચી દીધો છે. ગિલે ઈંગ્લેન્ડમાં રમાયેલી ટેસ્ટ સીરિઝમાં ભારતીય કેપ્ટન દ્વારા સૌથી વધુ રન બનાવવાનો વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
વર્ષ 2018માં ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસ પર કોહલીએ ભારત માટે તમામ પાંચ મેચ રમી હતી અને કુલ 593 રન બનાવ્યા હતા. જોકે, શુભમન ગિલે લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 9 રનનો આંકડો પાર કરીને કોહલીનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. તે હવે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય કેપ્ટન બની ગયો છે. એટલું જ નહીં, હવે ગિલના ટાર્ગેટ પર રાહુલ દ્રવિડનો પણ રેકોર્ડ છે.
ઈંગ્લેન્ડમાં કોઈ ભારતીય કેપ્ટન દ્વારા એક ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ રન
601- શુભમન ગિલ (2025)
593- વિરાટ કોહલી (2018)
426- મોહમ્મદ અઝહરુદ્દીન (1990)
351- સૌરવ ગાંગુલી (2002)
349- એમએસ ધોની (2014)
દ્રવિડને પાછળ છોડવાની તક
વાસ્તવમાં ઈંગ્લેન્ડમાં ભારત માટે એક ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ રાહુલ દ્રવિડના નામે છે. 2002માં ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન દ્રવિડે સૌરવ ગાંગુલીની આગેવાની હેઠળની ટીમ માટે ચાર મેચમાં 602 રન બનાવ્યા હતા. હવે ગિલ રાહુલ દ્રવિડનો આ રેકોર્ડ તોડવાથી માત્ર એક રન દૂર છે. જોકે, તેની પાસે હજુ પણ તક છે. બીજી ઈનિંગમાં તે આ સિદ્ધિ પણ હાંસલ કરી શકે છે.
ઈંગ્લેન્ડમાં કોઈ ભારતીય બેટ્સમેન દ્વારા એક ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ રન
602- રાહુલ દ્રવિડ (2002)
601- શુભમન ગિલ (2025)
593- વિરાટ કોહલી (2018)
542- સુનીલ ગાવસ્કર (1979)
461- રાહુલ દ્રવિડ (2011)
આ પણ વાંચો: 'બધા મારા લીધે પૈસા કમાઈ રહ્યા છે....' બુમરાહ અચાનક કેમ ભડક્યો, ટીકાકારોને આપ્યો જવાબ
યશસ્વી જયસ્વાલનો રેકોર્ડ પણ ટારગેટ પર
ભારત માટે એક ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ રન બનાવવાનો ઓવરઓલ રેકોર્ડ યશસ્વી જયસ્વાલના નામે છે. 2024માં ભારત-ઇંગ્લેન્ડ સીરિઝ દરમિયાન જયસ્વાલે બે બેવડી સદીની મદદથી પાંચ મેચમાં કુલ 712 રન બનાવ્યા હતા. હાલમાં જે ફોર્મમાં ગિલ ચાલી રહ્યો છે, તેનાથી એવું માની શકાય છે કે તે આ રેકોર્ડ પણ તોડી શકે છે.
ભારત માટે ઓવરઓલ એક ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ રન
712- યશસ્વી જયસ્વાલ (2024)
655- વિરાટ કોહલી (2016)
602- રાહુલ દ્રવિડ (2002)
601- શુભમન ગિલ (2025)
593- વિરાટ કોહલી (2018)