'બધા મારા લીધે પૈસા કમાઈ રહ્યા છે....' બુમરાહ અચાનક કેમ ભડક્યો, ટીકાકારોને આપ્યો જવાબ
Images Sourse: IANS |
Jasprit Bumrah Criticism Reaction: ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પોતાના ટીકાકારોને જવાબ આપતા કહ્યું છે કે, દરેક વ્યક્તિ મારા દ્વારા પૈસા કમાઈ રહ્યા છે, હું તેના માટે પ્રાર્થના કરીશ.' હાલમાં ભારતીય ટીમના શ્રેષ્ઠ બોલર હોવા છતાં બુમરાહની ફિટનેસ અંગે ટીકા થઈ રહી છે. વર્કલોડ મેનેજમેન્ટને કારણે જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ પ્રવાસ પર બીજી ટેસ્ટ રમી શક્યો ન હતો. લીડ્સમાં રમાયેલી પહેલી મેચમાં તેના કાંડામાં ઈજા થઈ હતી. ત્યારબાદ બીજી ટેસ્ટ શરૂ થાય તે પહેલાં 7 દિવસનો વિરામ લેવામાં આવ્યો હતો, તેમ છતાં બુમરાહ એજબેસ્ટન ટેસ્ટ રમ્યો ન હતો. તેમને આરામ આપવાના નિર્ણય પર ઘણાં સવાલો ઊભા થયા હતા.
લોર્ડ્સ ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહે 5 વિકેટ ઝડપી
ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સ ટેસ્ટ મેચમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. બુમરાહે ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગમાં 23 ઓવર્સના બોલરમાં 74 રન આપ્યા અને પાંચ વિકેટ ઝડપી હતી. બીજા દિવસની રમત પૂરી થયા પછી જસપ્રીત બુમરાહને પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવ્યું કે, 'છેલ્લી ટેસ્ટ ન રમવા બદલ તેને મળેલી ટીકા વિશે તે શું કહેવા માંગે છે?' બુમરાહએ જવાબમાં કહ્યું કે, 'દરેક વ્યક્તિ મારા દ્વારા પૈસા કમાઈ રહ્યો છે, તે મને આશીર્વાદ આપશે. જ્યાં સુધી હું જર્સી પહેરીશ ત્યાં સુધી લોકો મને જજ કરશે. સચિન સર 200 ટેસ્ટ રમ્યા છે, પરંતુ તેમને પણ જજ કરવામાં આવે છે.'
આ પણ વાંચો: સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનારો બેટર, સ્ટીવ સ્મિથને પછાડીને ટોપ 5માં પહોંચ્યા જો રૂટ
મેચ વિશે વાત કરીએ તો જસપ્રીત બુમરાહે લોર્ડ્સ ટેસ્ટમાં પાંચ વિકેટ લઈને પ્રથમ વખત લોર્ડ્સ ઓનર્સ બોર્ડ પર પોતાનું નામ નોંધાવ્યું. આ તેની ટેસ્ટ કારકિર્દીમાં 15મી 5 વિકેટ હતી.
વિદેશમાં સૌથી વધુ પાંચ વિકેટ હોલ (ભારતીય બોલર)
13 - જસપ્રીત બુમરાહ (35* ટેસ્ટ)
12 - કપિલ દેવ (66 ટેસ્ટ)
9 - ઈશાંત શર્મ (63 ટેસ્ટ)
8 - ઝહીર ખાન (54 ટેસ્ટ)
7 - ઇરફાન પઠાણ (15 ટેસ્ટ)
જસપ્રીત બુમરાહે SENA (સાઉથ આફ્રીકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) દેશોમાં 11મી વખત ટેસ્ટ ક્રિકેટમાં 5 વિકેટ હોલ લીધા છે. એશિયન બોલર SENA કંટ્રીઝમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ પાંચ વિકેટ હોલ લેવા મામલે બુમરાહ હવે સંયુક્ત રીતે પહેલા નંબર પર આવી ચૂક્યા છે. બુમરાહે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસીમ અકરમની બરાબરી કરી લીધી છે. અકરમ પણ SENA દેશોમાં 11 વખત ટેસ્ટ ઇનિંગમાં પાંચ અને તેનાથી વધુ વિકેટ ઝડપી હતી. શ્રીલંકાના મુથૈયા મુરલીધરન પાંચ વિકેટ હોલની સાથે આ મામલે ત્રીજા નંબર પર છે.