Get The App

IND vs ENG 2nd Test: વિકેટ લેવા બ્રાયડન કાર્સની ઘટિયા હરકત, ગિલ થયો નારાજ, જુઓ વીડિયો

Updated: Jul 3rd, 2025

GS TEAM

Google News
Google News
IND vs ENG 2nd Test: વિકેટ લેવા બ્રાયડન કાર્સની ઘટિયા હરકત, ગિલ થયો નારાજ, જુઓ વીડિયો 1 - image


IND vs ENG 2nd Test: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચ બીજી જુલાઈના રોજ એજબેસ્ટન મેદાન પર શરૂ થઈ હતી, જેમાં પહેલા દિવસની રમત પૂરી થઈ ત્યારે ભારતીય ટીમે પહેલી ઈનિંગમાં 5 વિકેટ ગુમાવીને 310 રન બનાવી લીધા હતા. ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલનું બેટિંગ સાથે શાનદાર ફોર્મ પણ આ મેચમાં જોવા મળ્યું, જેમાં તે દિવસની રમતના અંતે 114 રન બનાવીને અણનમ રહ્યો. આ દરમિયાન પહેલા દિવસની રમતમાં કેપ્ટન શુભમન ગિલ અને ઈગ્લેન્ડના ફાસ્ટ બોલર બ્રાઇડન કાર્સ વચ્ચે તણાવ જોવા મળ્યો હતો. જેમાં કાર્સની ઘટિયા હરકતના કારણે ગિલ બેટિંગ દરમિયાન ગુસ્સે થઈ ગયો હતો.


ગિલનું ધ્યાન ભટકાવવા માટે કાર્સેની ઘટિયા હરકત

ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલ પહેલા દિવસે બેટિંગ કરવા આવ્યો, ત્યારે રમતના બીજા સત્ર દરમિયાન, ભારતીય ઈનિંગ્સના 34મા ઓવરમાં, જ્યારે બ્રાયડન કાર્સે બોલિંગ કરી રહ્યો હતો, ત્યારે ચોથા બોલ પર, કાર્સે રન-અપમાં નો-બોલની જેમ પોતાનો નોન-બોલિંગ હાથ હવામાં ઊંચો કર્યો જેથી તે શુભમન ગિલનું ધ્યાન ભટકાવી શકે. તેની આ હરકતથી શુભમન ગિલ અચાનક પોતાને વિકેટ પરથી દૂર થઈ ગયો હતો અને બોલ રમવાનો ઈનકાર કરી દીધો. જોકે, ફિલ્ડ અમ્પાયરે બાદમાં આ બોલને ડેડ જાહેર કર્યો હતો.

આ પણ વાંચ: એજબેસ્ટનમાં 87 રન ફટકારી યશસ્વી જયસ્વાલે 51 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, અનેક દિગ્ગજોને પછાડ્યા


શુભમન ગિલે રવિ શાસ્ત્રી અને ધોનીને પાછળ છોડી દીધા

શુભમન ગિલ ભલે અત્યાર સુધી ઇંગ્લેન્ડ પ્રવાસ પર કેપ્ટન તરીકે વધુ પ્રભાવિત કરી શક્યો ન હોય, પરંતુ તે ચોક્કસપણે બેટર તરીકે પોતાને સાબિત કરી રહ્યો છે. શુભમન ગિલે ઈંગ્લેન્ડ પ્રવાસ પર સતત બીજી સદી ફટકારવાની સાથે તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે ટીમ ઇન્ડિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ રવિ શાસ્ત્રી અને એમએસ ધોનીને પાછળ છોડી દીધા છે. શાસ્ત્રીએ પોતાની કારકિર્દીમાં કુલ 15 સદીની ઇનિંગ્સ રમી હતી, જ્યારે શુભમન ગિલ અત્યાર સુધીમાં 16 સદી ફટકારવામાં સફળ રહ્યો છે.

IND vs ENG 2nd Test: વિકેટ લેવા બ્રાયડન કાર્સની ઘટિયા હરકત, ગિલ થયો નારાજ, જુઓ વીડિયો 2 - image

Tags :