Get The App

એજબેસ્ટનમાં 87 રન ફટકારી યશસ્વી જયસ્વાલે 51 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, અનેક દિગ્ગજોને પછાડ્યા

Updated: Jul 3rd, 2025

GS TEAM

Google News
Google News
એજબેસ્ટનમાં 87 રન ફટકારી યશસ્વી જયસ્વાલે 51 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, અનેક દિગ્ગજોને પછાડ્યા 1 - image


Image Source: Twitter

Yashasvi Jaiswal: યશસ્વી જયસ્વાલે ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ઓપનર તરીકે બર્મિંગહામના એજબેસ્ટનમાં સૌથી મોટો સ્કોર બનાવીને ઈતિહાસ રચી દીધો છે. આ સિદ્ધિ તેણે ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે હાંસલ કરી. ભારત આ મેચમાં લીડ્સના હેડિંગ્લેમાં મળેલી પાંચ વિકેટની હારમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યું છે. 23 વર્ષીય ડાબોડી બેટ્સમેન જયસ્વાલે 13 ચોગ્ગાની મદદથી 107 બોલમાં 87 રન બનાવ્યા. લંચ પછીના સત્રમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે તેને આઉટ કર્યો.

આ પહેલા આ રેકોર્ડ સુધીર નાઈકના નામે હતો

આ પહેલા આ રેકોર્ડ સુધીર નાઈકના નામે હતો, તેણે જુલાઈ 1974માં ઈંગ્લેન્ડના કેપ્ટન માઈક ડેનેસ સામે 165 બોલમાં 77 રન બનાવ્યા હતા.

બર્મિંગહામ ટેસ્ટમાં ભારતીય ઓપનર દ્વારા બનાવવામાં આવેલા ટોપ સ્કોર:

- યશસ્વી જયસ્વાલ – 87 રન (2025)

- સુધીર નાઈક - 77 રન (1974)

- સુનીલ ગાવસ્કર - 68 રન (1979)

- ચેતેશ્વર પુજારા – 66 રન (2022)

- સુનીલ ગાવસ્કર - 61 રન (1979)

2000 રન ક્લબની નજીક જયસ્વાલ

જયસ્વાલ પાસે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 2000 રન પૂરા કરનાર ભારતીય બનવાની તક હતી, પરંતુ તે થોડા અંતરથી ચૂકી ગયો. જો તે બીજી ઈનિંગમાં 10 રન બનાવે, તો તે વીરેન્દ્ર સેહવાગ અને રાહુલ દ્રવિડના રેકોર્ડની બરાબરી કરી શકે છે, જેમણે 40 ઈનિંગમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.

પહેલી ટેસ્ટમાં શાનદાર સદી

પહેલી ટેસ્ટમાં જયસ્વાલે 159 બોલમાં 16 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 101 રન બનાવ્યા હતા. તે ઈનિંગમાં પણ તેને બેન સ્ટોક્સે જ આઉટ કર્યો હતો. જોકે, બીજી ઈનિંગમાં તે માત્ર 4 રન બનાવીને બ્રાયડન કાર્સના બોલ પર આઉટ થઈ ગયો હતો. 

આ પણ વાંચો: 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીની વધુ એક તોફાની ઈનિંગ, 9 છગ્ગા સાથે 31 બોલમાં 86 રન ફટકાર્યા

ફિલ્ડિંગમાં પણ સુધારાની આશા

લીડ્સ ટેસ્ટ દરમિયાન જયસ્વાલે ચાર સરળ કેચ છોડી દીધી હતી, જેની મેચ પર મોટી અસર પડી. આવી સ્થિતિમાં તે આ ટેસ્ટમાં બેટિંગની સાથે-સાથે ફિલ્ડિંગમાં પણ સુધારો કરવાનો પ્રયાસ કરશે.

એજબેસ્ટન ટેસ્ટ માટે ભારતની પ્લેઈંગ 11: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, કરુણ નાયર, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા .

એજબેસ્ટનમાં ઈંગ્લેન્ડની પ્લેઈંગ 11: ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રૂક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, જોશ ટંગ, શોએબ બશીર

Tags :