Get The App

VIDEO: શ્રેયસ ઐયરે 'સુપરમેન'ની જેમ જબરદસ્ત કેચ પકડ્યો, રોહિત-સૂર્યા જોતા રહી ગયા

Updated: Apr 16th, 2026

GS TEAM

Google News
Google News
Shreyas Iyer’s Catch

Shreyas Iyer’s Catch : વાનખેડે સ્ટેડિયમ ખાતે ગુરુવારે(16 એપ્રિલ) IPL 2026 દરમિયાન શ્રેયસ ઐયરે કમાલ કરી હતી, જે IPLના ઈતિહાસમાં શ્રેષ્ઠ ફિલ્ડિંગ મોમેન્ટ્સ માંથી એક માનવામાં આવે છે. જેમાં પંજાબ કિંગ્સના કેપ્ટને શાનદાર પ્રયાસથી મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાની ઈનિંગ્સનો અંત કર્યો હતો. 

શ્રેયસ ઐયરે 'સુપરમેન'ની જેમ જબરદસ્ત કેચ પકડ્યો

આ ઘટના મેચની 18મી ઓવરના ત્રીજા બોલ પર બની હતી, જ્યારે માર્કો જાનસેન બોલિંગ કરી રહ્યો હતો. હાર્દિકે ઓફ સ્ટમ્પથી દૂર જતા બોલ પર એક જોરદાર શૉટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે યોગ્ય શૉટ રમી શક્યો ન હતો અને બોલ લોંગ-ઓન તરફ હવામાં ઉડી ગયો હતો. 

જેમાં લોંગ-ઓન પર તૈનાત શ્રેયસ ઐયરે અહીં એક જોરદાર કમાલ કરી હતી. તેવામાં ઐયર પોતાની ડાબી બાજુ દોડીને હવામાં કૂદકો લગાવીને બોલને પકડી પાડ્યો હતો. ખાવ વાત એ છે કે, ઐયરે સંતુલન ગુમાવવા છતાં તેણે બોલને લોંગ-ઓફ તરફ ફ્લિક કર્યો જ્યાં ઝેવિયર બાર્ટલેટે એક સરળ કેચ કર્યો હતો. 

રવિ શાસ્ત્રી ચોંકી ગયો

કોમેન્ટ્રી કરી રહેલા રવિ શાસ્ત્રી પણ આ શાનદાર પ્રયાસથી ચોંકી ગયા હતા. તેમણે ઐયરની સ્ટ્રેન્થ અને બેલેન્સની પ્રશંસા કરી હતી. આ કેચ જેટલો અદભુત હતો તેટલો જ મુશ્કેલ પણ હતો. કેચ પકડ્યા પછી તરત જ શ્રેયસ ઐયરે મુંબઈના દર્શકો તરફ ઈશારો કર્યો અને કાન પર હાથ મૂક્યો હતો. સમગ્ર દ્રશ્ય થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયા હતા. 

રોહિત અને સૂર્યાનું રિએક્શન વાઈરલ

ડગઆઉટમાં બેઠેલા સૂર્યકુમાર યાદવ કેચ જોઈને સ્તબ્ધ થઈ ગયો હતો. જ્યારે તેની બાજુમાં બેઠેલો રોહિત શર્મા પણ કેચ જોઈને ચોંકી ગયો હતો. 

આ પણ વાંચો: ચેન્નઈ સુપરકિંગ્સને મોટો ઝટકો, ક્વાડ્રિસેપ્સ ઈન્જરીને કારણે સ્ટાર બોલર IPLની અધવચ્ચે બહાર!

IPL 2026નો 24મો મુકાબલો ગુરુવારે(16 એપ્રિલ) મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયો હતો. જેમાં પંજાબ કિંગ્સને 7 વિકેટથી શાનદાર જીત મળી. આ મેચ વાનખેડે મેદાન પર રમાયો. જ્યાં ટોસ જીતીને પંજાબ કિંગ્સે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં પહેલીવાર ક્વિંટન ડિકોકને પ્લેઈંગ 11માં મોકો મળ્યો હતો. આ મેચમાં ડિકોકે 53 બોલમાં સદી ફટકારી હતી. તેની ઈનિંગના દમ પર મુંબઈએ 195 રન બનાવ્યા હતા. પરંતુ પંજાબે 196 રનનો ટોટલ 17મી ઓવરમાં જ ચેજ કરી લીધો. પંજાબની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર આવી ગઈ છે. પંજાબની ટીમ આ સિઝનની અત્યાર સુધીની એકપણ મેચ નથી હારી.