શ્રેયસ અય્યરના નામે નોંધાયો અણગમતો રેકોર્ડ, કેપ્ટન્સની આ શરજનક યાદીમાં બન્યો નંબર-1
Shreyas Iyer Unwanted Record: શ્રેયસ અય્યરની કેપ્ટનસીપ હેઠળની પંજાબ કિંગ્સને IPL 2025ની 66મી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબની ટીમે પ્રથમ બેટિંગ કરતા 206 રન બનાવ્યા હતા. આ હાર સાથે કેપ્ટન શ્રેયસ અય્યરના નામે એક શરમજનક રેકોર્ડ જોડાઈ ગયો છે. તે IPLના ઈતિહાસનો પહેલો એવો કેપ્ટન બન્યો છે જે ચાર વખત 200 પ્લસનો ટાર્ગેટ ડિફેન્ડ નથી કરી શક્યો. આ બાબતમાં તેણે એમએસ ધોનીને પાછળ છોડી દીધો છે.
પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે શ્રેયસ અય્યરની અડધી સદીની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 206 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સે 6 વિકેટ અને 3 બોલ બાકી રહેતા આ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. દિલ્હીની જીતનો હીરો યુવાન સમીર રિઝવી રહ્યો, જેણે 25 બોલમાં 58 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ શાનદાર ઈનિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો.
શ્રેયસ અય્યર સાથે IPL 2025માં આ બીજી વખત બન્યું છે જ્યારે તે 200 પ્લસ સ્કોર ડિફેન્ડ નથી કરી શક્યો. અગાઉ પંજાબ કિંગ્સ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 245 રન બનાવીને હારી ગઈ હતી.
IPLમાં 200+ રન ડિફેન્ડ કરતા કેપ્ટન તરીકે સૌથી વધુ હાર
4- શ્રેયસ અય્યર
3- એમએસ ધોની
3- ફાફ ડુ પ્લેસિસ
3- શુભમન ગિલ
શ્રેયસ અય્યરની કેપ્ટનસીપમાં 200 રન બનાવીને ક્યારે-ક્યારે હારી ટીમ:
223 vs RR (2024) ડિફેન્ડ કરવામાં નિષ્ફળ
261 vs PBKS (2024) ડિફેન્ડ કરવામાં નિષ્ફળ
245 vs SRH (2025) ડિફેન્ડ કરવામાં નિષ્ફળ
206 vs DC (2025) ડિફેન્ડ કરવામાં નિષ્ફળ*
પંજાબ કિંગ્સ પણ આ સાથે જ IPLના ઈતિહાસમાં સૌથી વધુ 200 પ્લસના સ્કોરને ડિફેન્ડ ન કરનારી ટીમ બની ગઈ છે. 200 પ્લસનો સ્કોર બનાવ્યા પછી પંજાબનો આ 7મો પરાજય છે. આ મામલે તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને પાછળ છોડી દીધું છે.
200 પ્લસ સ્કોરને ડિફેન્ડ કરતા સૌથી વધુ હાર:
7 - PBKS*
6 - RCB
5 - CSK
4 - KKR
4 - GT
2 - RR
2 - SRH
2 - DC
2 - LSG
0 - MI